મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE









વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર શહેરમાં પુલ દરવાજા પાસે ફુલહારનો ધંધો કરતા યુવાનને હાર બનાવવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઓર્ડર મુજબનો હાર લીધેલ ન હતો જેથી યુવાનને 100 રૂપિયાનું નુકસાન થયું હતું અને આ બાબતે યુવાન સાથે બોલાચાલી-ઝઘડો કરીને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના આરોગ્ય નગર મેઇન રોડ ઉપર હનુમાન મંદિર સામે રહેતા અને ફૂલહારનો ધંધો કરતા વિવેકભાઈ વિનોદભાઈ કુણપરા (27)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મુન્નાભાઈ કારીયા, મુન્નાભાઈનો દીકરો દેવભાઈ, સન્નીભાઈ દિલીપભાઈ અને ધનાભાઈ કારીયા રહે. બધા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે પુલ દરવાજા ચોકમાં આવેલ પોતાની કુલહારની દુકાને ફરિયાદી બેઠેલ હતો ત્યારે આરોપી મુન્નાભાઈએ ફરિયાદીને ફૂલનો હાર બનાવવા માટે ઓર્ડર આપેલ હોય તે હાર લેવા માટે થઈને આવ્યા હતા અને ફરિયાદીને ઓર્ડર મુજબનો હાર નહીં બનાવી આપવાનું જણાવી હારની ખરીદી ન કરીને ફરિયાદીને રૂપિયા 100 નું આર્થિક નુકસાન કર્યું હતું અને બેફામ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ અન્ય આરોપીઓ પાછળથી ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને જાહેરમાં ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News