મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
SHARE
મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
મોરબી નગરપાલીકા સમયે આવેલ ઇમ્પેકટની અરજીઓમાંથી ઘણી અરજી પેન્ડિંગ છે આ અરજીઓને મહાપાલિકાના ડી.પી. સાથે કોઈ લેવા દેવા નથી જેથી મહાપાલિકા દ્વારા ઇમ્પેકટ ફી લઈ આવા બંધકામોને રેગ્યુલર કરે તો મહાપાલીકાને આવક આવક થશે અને લોકોના બાંધકામ નિયમિત થઈ જશે જેથી મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના મહામંત્રી દ્વારા આ બાબતે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના મહામંત્રી સુરેશભાઇ સીરોહિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી નગરપાલીકા હતી તે સમયે સરકારના આદેશ મુજબ ઇમ્પેકટની અરજી મંગાવામાં આવી હતી તે સમયે મોરબી પાલિકામાં વહીવટદાર હતા. જેથી અંદાજે ૩૦૦૦ હજારથી વધુ ઈમ્પેકટ અરજી આવી હતી જે અરજીઓમાંથી ઘણી અરજીઓ નીચેના માળની મંજુરી તેમજ જે મકાન બનાવેલ હતા તેમાં ઉપર બીજો અથવા ત્રિજો માળ બનાવેલ છે તેના માટેની અરજી હતી આ અરજીઓ અને બાંધકામને નવા ડી.પી. સાથે કોઈ લેવા દેવા નથી આવી અરજીઓ મહાપાલિકા ઇમ્પેકટ ફી લઈ રેગ્યુલર કરે તો મહાપાલીકાને આવક પણ થશે અને અરજદારો નિયમીત વેરો પણ ભરતા થશે જેથી જૂની અરજીઓનો નિકાલ મહાપાલીકા કરે તેવી રજૂઆત કરેલ છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, જો ઇમ્પેકટ અરજી રદ કરેલ હોય તો તેને રીઓપન કરવામાં આવે તો અરજદારને અરજી, નકશા અને બધા જ ડોક્યુમેન્ટનો ખર્ચ અંદાજે દસ હજાર થાય તેમ છે જેથી આ માર અરજદારોને સહન ન કરવો પડે તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માંગ કરી છે.