મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત


SHARE









વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત

વાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ ક્યુરો સીરામીક કારખાનાના પાર્કિંગમાં ટ્રક ટ્રેલરના ચાલકે પોતાનો ટ્રક બેદરકારીથી રિવર્સમાં લીધો હતો ત્યારે ટ્રક ટ્રેલરની નીચેના ભાગમાં પ્રેશર પાઇપને ચેક કરવા માટે ગયેલા યુવાનને ટ્રક ટ્રેલરની નીચે કચડી નાખ્યો હતો અને યુવાનના પેટ, છાતી અને માથાના ભાગે ગંભીર ઈજા કરી હતી જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો  નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં ભરતનગર ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા સંતોષકુમાર ભૈરૂલાલ પલસનીયા (52)એ હાલમાં ટ્રક ટ્રેલર નં. આરજે 52 જીબી 4034 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, માટેલ ગામની સીમમાં આવેલ કયુરો સિરામિક કારખાનાના પાર્કિંગમાં આરોપી ટ્રક ટ્રેલરના ચાલક રામજીલાલ સુરજમલ પલસનીયા રહે. રાજસ્થાન વાળાએ ટ્રક ટ્રેલરને બેદરકારીથી રિવર્સમાં લીધું હતું અને ત્યારે ટ્રક ટ્રેલરની નીચે ટ્રક ટ્રેલરની પ્રેસર પાઇપને ચેક કરવા માટે ગયેલ ફરિયાદીના ભત્રીજા હરફૂલસિંગ જગદીશપ્રસાદ પલસનીયા (37) ના છાતી, પેટ તથા માથાના ભાગ ઉપરથી ટ્રક ટ્રેકરનો પાછળનો જોટો ફરી ગયો હતો જેથી ટ્રક ટ્રેલરની નીચેના ભાગમાં કચડાઈ જવાથી ફરિયાદીના ભત્રીજાનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જુગાર રમતા બે પકડાયા
મોરબીના ત્રાજપર વિસ્તારમાં અવેળા પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા સંજયભાઈ ઉર્ફે ચનો સવજીભાઈ કુંવરિયા (35) અને કરમણભાઈ સતાભાઇ ઝાપડા (36) રહે. બંને ત્રાજપરમાં અવેળા પાસે મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે 1200 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News