મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ
મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
SHARE
મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા છેલ્લા ચાર વર્ષથી “Adoption of Maa” પ્રોજેક્ટ અંતર્ગત સમાજની જરૂરિયાતમંદ માતાઓને દર મહિને પાયાની જીવનજરૂરિયાતો પૂરી કરવામાં સહાયરૂપ થવાના હેતુથી રાશન કિટનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એવી માતાઓને મદદ કરવામાં આવે છે, જેઓ એકલાં રહે છે, વૃદ્ધ છે, શારીરિક અસમર્થતા કે અન્ય સંજોગોને કારણે કામ કરીને કમાઈ શકતાં નથી અથવા જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને જેમના માટે ઘરનું રાશન મેળવવું પણ મુશ્કેલ બને છે. આ વર્ષે પણ નવરાત્રિના પાવન અવસરે સોસાયટી દ્વારા કુલ 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સંસ્થા દ્વારા દર મહિને નિયમિત રીતે 25 રાશન કિટનું વિતરણ કરવામાં આવે છે.