મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું
SHARE
મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું
મોરબીના નાનીવાવડી ગામ પાસે આવેલ રામપાર્કમાં રહેતી મહિલાને માનસિક બીમારી હોય તેનાથી કંટાળી જઈને મહિલાએ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે મહિલાનું મોત નીપજયું હતુ ત્યારબાદ તે મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી નજીકના નાનીવાવડી ગામે કબીર આશ્રમ પાસે આવેલ રામપાર્ક સોસાયટીમાં રહેતા જયાબેન જસમતભાઈ પીઠમલ (45) નામના મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ જીતેન્દ્રભાઈ ચાવડા કરી રહ્યા હોય તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાને છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીની દવા ચાલતી હતી અને બિમારીથી કંટાળી જઈને પોતે પોતાના ઘરની અંદર આ પગલું ભરી લીધેલ છે તેવી માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન સારવારમાં
હળવદમાં રહેતા અમનદીપ કુલદીપસિંહ (43) નામના યુવાનને વાડીએ હતો ત્યારે સાપ કરડી ગયો હતો જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યારે માળિયા મીયાણા ખાતે રહેતા ગોલુ ચંદ્રપાલ (22) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.









