મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે ખેત બચાવો અભિયાન: મોરબી જીલ્લામાં યોજાયેલ ૩૨ પ્રાકૃતિક ખેતીની તાલીમોનો ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ ૭ ફેબ્રુઆરી સુધી વન-વે મોરબીની વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય એકતા પર્વની પરેડમાં અદભુત નૃત્યકલાનું પ્રદર્શન કર્યું સુરત ખાતે સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ લઈ શકાશે મોરબીનું ગૌરવ: અર્જુન સરાસવાડિયા સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ- દેશમાં 21 માં ક્રમે
Breaking news
Morbi Today

સુરત ખાતે સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ લઈ શકાશે


SHARE









સુરત ખાતે સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ લઈ શકાશે

પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના સંતાનોના ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્ય માટે સુરતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ-૮ કે તેથી ઉપરના ધોરણમાં નિયમિત વિદ્યાર્થી તરીકે અભ્યાસ અર્થે આવતા સૈનિકોના પુત્રો માટે સુરત જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી હસ્તક ગૌરવ સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને રહેવા તેમજ જમવાની ઉત્કૃષ્ટ સગવડ પૂરી પાડવામાં આવી રહી છે.

આ સુવિધાજનક છાત્રાલયમાં એડમિશન મેળવવા ઈચ્છતા પૂર્વ સૈનિકો અને વાલીઓએ સંબંધિત કચેરીનો રૂબરૂ સંપર્ક સાધીને નિયત પ્રવેશ ફોર્મ મેળવી લેવાના રહેશે અને તમામ વિગતો ભરીને સત્વરે ત્યાં જ જમા કરાવવાના રહેશે. આ પ્રવેશ પ્રક્રિયા, નિયમો અને અન્ય વિગતવાર માહિતી માટે રસ ધરાવતા વાલીઓ સત્તાવાર ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦ અથવા મોબાઈલ નંબર ૯૪૨૬૮૦૨૮૨૦ પર સીધો સંપર્ક સાધી શકે છે, તેમ સુરત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીની યાદીમાં જણાવાયું છે.




Latest News