મોરબીનું ગૌરવ: અર્જુન સરાસવાડિયા સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ- દેશમાં 21 માં ક્રમે
SHARE
મોરબીનું ગૌરવ: અર્જુન સરાસવાડિયા સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ- દેશમાં 21 માં ક્રમે
મોરબીનો અર્જુન નિલેશભાઈ સરાસવડિયાએ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા લેવામાં આવેલી સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષા આપી હતી અને આ પરીક્ષામાં તેને ગુજરાતમાં પ્રથમ ક્રમ અને દેશમાં 21 મો ક્રમ મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે.
મોરબીમાં રહેતા નિલેષભાઈ સરાસવાડિયાના દીકરા અર્જુને સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષા માટેની અવિરત મહેનત કરી હતી અને દૃઢ સંકલ્પ તેમજ આત્મવિશ્વાસ સાથે તેને પરીક્ષા આપી હતી અને આ પરીક્ષામાં તેને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.ઉલેખનીય છે કે, ધો. 12 કોમર્સના અભ્યાસમાં તે 98 ટકા માર્કસ સાથે પાસ થયો હતો અને આટલા ટૂંકા ગાળામાં સી.એ. ફાઉન્ડેશન જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી જેમાં અર્જુને શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે. અર્જુનના પિતા નિલેશભાઈ સરાસવડિયા પાડધરા આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. અર્જુનની આ ભવ્ય સફળતાથી પરિવારજનો, સગા-સંબંધીઓ, મિત્રો તથા સમગ્ર મોરબીમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. અને આ સફળતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવાના સ્વપ્ન તરફનું આ પ્રથમ મહત્વપૂર્ણ પગથિયું છે.