મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ ૭ ફેબ્રુઆરી સુધી વન-વે
ખેત બચાવો અભિયાન: મોરબી જીલ્લામાં યોજાયેલ ૩૨ પ્રાકૃતિક ખેતીની તાલીમોનો ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો
SHARE
ખેત બચાવો અભિયાન: મોરબી જીલ્લામાં યોજાયેલ ૩૨ પ્રાકૃતિક ખેતીની તાલીમોનો ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો
મોરબી જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ ફેલાવવા, જમીનની ફળદ્રુપતા અને તંદુરસ્તી જાળવવા તેમજ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓની નિર્ભરતા ઘટાડવાના ઉમદા હેતુસર જિલ્લાભરમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત વિશેષ તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોનું સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે. ખેત બચાવો અભિયાન હેઠળ ખેતીને પર્યાવરણમૈત્રી, આર્થિક રીતે સધ્ધર અને લાંબા ગાળે ટકાઉ બનાવવાનો છે, જેથી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી સમૃદ્ધ બને તે હેતુથી ગત તા. ૨૭/૧૦/૨૦૨૬ થી તા. ૩૦/૧૧/૨૦૨૬ સુધી નિર્ધારિત આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકાઓમાં કુલ ૩૨ તાલીમ સત્રો યોજવામાં આવ્યા છે, જેમાં બહોળી સંખ્યામાં ઉત્સાહી ખેડૂતો જોડાઈને કુલ ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ આ તાલીમનો લાભ લીધો છે. આ કાર્યક્રમો દરમિયાન કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો જેવા કે બીજામૃત, જીવામૃત/ઘન જીવામૃત, આચ્છાદન, વાફસા અને મિશ્ર પાક પદ્ધતિ વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.