મોરબી જિલ્લા એલસીબીને ચોટીલા પાસેથી ઝડપાયેલ બાયોડિઝલના વેચાણની તપાસ સોપાઈ
દારૂ અને નોનવેજની પાર્ટી સહન કરીને વાસણ પણ ધોવા પડશે તેવું કહીને પરિણીતાને પતિ-સાસરિયાનો ત્રાસ
SHARE
દારૂ અને નોનવેજની પાર્ટી સહન કરીને વાસણ પણ ધોવા પડશે તેવું કહીને પરિણીતાને પતિ-સાસરિયાનો ત્રાસ
મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં અમદાવાદની પરિણીતાએ તેના પતિ સહિતના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના પતિ તેને દારૂ અને નોનવેજની પાર્ટી સહન કરવી પડશે અને વાસણ પણ સાફ કરવા પડશે તેવું કહીને અવારનવાર ઝઘડા કરતાં હતા અને અન્ય લોકો મેણાટોણાં મારીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જેથી કરીને હાલમાં મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે તેના પતિ સહિત કુલ મળીને પાંચ સામે ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ટીકર ખાતે રહેતા મૂળ અમદાવાદના થલતેજ વિસ્તારમાં પદ્માવતી બંગલોઝની સામેના ભાગમાં ગોવર્ધન પાર્ટી પ્લોટની પાછળ એલ્જોમાં ફ્લેટમાં રહેતા નેહાબેન સાગરભાઇ કાપડી (૨૭)એ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેના લગ્ન સાગર નરેન્દ્રભાઈ કાપડી સાથે વર્ષ ૨૦૧૯ ના ડિસેમ્બર મહિનામાં થયા હતા અને લગ્નના છ મહિના બાદથી તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને ખાસ કરીને આરોપી પતિ દ્વારા તેને દારૂ અને નોનવેજની પાર્ટી સહન કરવી પડશે અને તેના વાસણો પણ સાફ કરવા પડશે તેવું કહીને તેમજ ઘરકામ બાબતે પરિવારના અન્ય લોકો દ્વારા મેણાંટોણા મારીને ઝઘડો કરવામાં આવતો હતો તેમજ ગાળો આપીને શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને ભોગ બનેલા નેહાબેન કાપડીએ હાલમાં તેના પતિ સાગરભાઇ નરેન્દ્રભાઈ કાપડી, સસરા નરેન્દ્રભાઈ નારણભાઈ કાપડી, સાસુ મીનાબેન નરેન્દ્રભાઈ કાપડી, નણંદ કાજલબેન નરેન્દ્રભાઈ કાપડી અને વિધિબેન નરેન્દ્રભાઈ કાપડીની સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને પતિ સહિતના સાસરીયાઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે
બાઇક ચોરી
મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા હરેશભાઈ પ્રાણજીવનભાઈ રૂપાલા જાતે પટેલ (ઉંમર ૩૭)એ મેઇન બજારમાં પોતાના રહેણાંક મકાન પાસે તેનું બાઇક નંબર જીજે ૩૬ એ ૬૨૮૭ પાર્ક કરીને મૂક્યું હતું જે વીસ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા હરેશભાઈ રૂપાલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે