વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક યુનિટમાં ઈજા થતાં ચાર વર્ષીય બાળકને રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો


SHARE







મોરબીમાં સિરામિક યુનિટમાં ઈજા થતાં ચાર વર્ષીય બાળકને રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપરના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક યુનિટમાં વહેલી સવારે મશીનની મોટરના બેલ્ટમાં પગ આવી જવાથી ચાર વર્ષીય બાળકને મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપરના સિરામીક યુનીટમાં વહેલી સવારના ચારેક વાગ્યે અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં મશીનની મોટરના બેલ્ટમાં પગ આવી જતાં સંજય અમૃતભાઈ નિરવા નામના ચાર વર્ષીય બાળકને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જો કે બાળક સંજય નિરવા વધુ ઈજાગ્રસ્ત હોવાના લીધે તેને રાજકોટથી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયો હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળે છે. હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

માર મારતા સારવારમાં

મોરબી-બગથળા વચ્ચેના રસ્તેથી રીક્ષામાં જતા મહેશ વાઘજી મગવાનીયા કોળી (૨૭), નિલેશ રમણ બારૈયા કોળી (૨૧), સંજય ધનજી બાવરવા કોળી (૨૬) અને દિનેશ ફતેસિંહ બારૈયા કોળી (૨૯) રહે.ચારેય મોડપર વાળાઓને મોડીરાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં બગથળા નજીક પોલીસ જેવા માણસોએ માર મારતાં ચારેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.ખડિયાએ તપાસ હાથ ધરી છે.

મહિલા-બાળક સારવારમાં

મોરબીના લક્ષ્મીનગર મદીના સોસાયટી વીશીપરા વિસ્તારમાં રહેતા વિલાસબેન વિજયભાઈ મકવાણા નામની ૩૯ વર્ષીય મહિલા મોરબીના કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી પાસેના હિના પેટ્રોલ પંપ નજીક એકટીવામાં બેસીને જતા હતા ત્યારે એકટીવાનું ટાયર ફાટતાં થયેલ અકસ્માત બનાવવામાં ઈજા થતાં વિલાસબેન મકવાણાને અહીં આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના લાલપર ગામનો રહેવાસી મન રાજેશભાઈ કડીવાર નામનો ૯ વર્ષીય બાળક મોરબીના આલાપપાર્ક સોસાયટીના ગેઇટ નજીકથી સાયકલ લઈને જતો હતો ત્યારે તે પડી જતાં ઇજાઓ થવાથી મન કડીવારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.




Latest News