મોરબીમાં સિરામિક યુનિટમાં ઈજા થતાં ચાર વર્ષીય બાળકને રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ રોડ ક્રોસ કરતાં યુવાનને બાઇક ચાલકે ઉલાળ્યો
SHARE
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ રોડ ક્રોસ કરતાં યુવાનને બાઇક ચાલકે ઉલાળ્યો
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી માળીયા ફાટક તરફ જવાના રસ્તા ઉપરથી રાહદારી યુવાન પસાર થઈ રહ્યો હતો અને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બાઇક ચાલકે તેને હડફેટે લેતા તેને પગમાં ગોઠણ અને ઘૂંટીના ભાગે ઇજા થયેલ છે જેથી કરીને યુવાનને સારવાર લીધા બાદ બાઇક ચાલકની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ કચ્છ જિલ્લાના રાપરમાં પાંજરાપોળની પાછળના ભાગમાં રહેતા અને હાલમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગાત્રાળ પાનમાં રહેતા રમેશભાઇ મનજીભાઈ વાઘેલા (ઉંમર ૩૯) મહારાણા પ્રતાપ સર્કલથી માળીયા ફાટક જવાના રસ્તા ઉપરથી પસાર થતાં હતા અને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાઇક નંબર જીજે ૧૩ ક્યુ.ક્યુ. ૪૩૦૯ ના ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી કરીને રમેશભાઇ વાઘેલાને જમણા પગમાં ગોઠણથી નીચેના ભાગમાં ઈજાઓ થઈ હતી તેમજ ઘૂંટીના ભાગે ફ્રેકચર જેવી ઇજા થયેલ હતી જેથી તેને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને રમેશભાઈએ સારવાર લીધા બાદ બાઇક ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના લીલાપર રોડ ઉપર સર્જનમ ફાર્મ પાસેથી પસાર થઈ રહેલા જેઠાભાઇ નકુમના બાઇક નંબર જીજે ૩૬ એએ ૨૦૩૦ લઈને જતાં હતા ત્યારે બાઇક નંબર જીજે ૩૬ એમ ૨૭૯૧ ના ચાલકે તેઓને અડફેટે લીધાં હતાં જેથી કરીને તેઓને શરીરે ઇજાઓ થઇ હતી માટે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં ભોગ બનેલા જેઠાભાઇના દિકરા કાનજીભાઈ જેઠાભાઇ નકુમ (૨૬) રહે. દ્વારકાધીશ સોસાયટી બજરંગ સર્કલ બોરીયા પાટી કેનાલ રોડ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માત ઇજા
માળીયા કંડલા હાઈવે ઉપર હરીપર ગામ પાસેથી માંડવી ગામના રહેવાસી રાહુલભાઇ કનકસિંહ વૈધ જાતે ભાટીયા (ઉ.૩૮) પોતાનું બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી ઈનોવા કાર નંબર જીજે ૧ આરસી ૫૫૫૬ ના ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને રાહુલભાઈ રસ્તા ઉપર નીચે પડી ગયા હતા અને તેઓને નાકમાં તેમજ જમણા પગમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ હતી અને તેના વાહનોમાં નુકસાન કરી હતી તેની સાથોસાથ અન્ય એક રિક્ષાને પણ આ કાર ચાલકે ઠોકર મારી હતી હાલમાં ઇજાગ્રસ્ત રાહુલ વૈધએ સારવાર લીધા બાદ ઈનોવા કારના ચાલકની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા શરૂ કરેલ છે