મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં સરતાનપર નજીક કારખાનામાં ચોર સમજી માર મારીને યુવાનની હત્યા કરનારા ચાર આરોપીની ધરપકડ


SHARE

















વાંકાનેરનાં સરતાનપર નજીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ચોર સમજી માર મારીને યુવાનની હત્યા કરનારા ચાર આરોપીની ધરપકડ

વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામની સીમમાં આવેલ ફ્લાય સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રાત્રિના સમયે સૂતેલ મહિલા અને તેની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા ગોદડું ખેંચવામાં આવ્યું હતું જેથી કરીને મહિલાએ બૂમા બૂમ કરી મૂકી હતી અને મહિલાના પતિ સહિતના પાંચ શ્ખ્સોએ ત્યાં આવીને અજાણ્યો શખ્સ ચોર સમજીને માર માર્યો હતો જેથી અજાણ્યા યુવાનનું મોત થયું હતું જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે હાલમાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પીપળીયા ગામે રહેતા રજનીશભાઇ હસમુખભાઇ કોઠીયા જાતે પટેલ (ઉ.૨૫)એ બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન, અસલમ જાબુદીન મલીક, કપીલકુમાર વીરપલસિંહ, રાહુલકુમાર સંજયસિંહ રહે. ચારેય મૂળ ઉત્તર પ્રદેશ અને મહેન્દ્રસિંહ ધરનાસિંહ રહે. મૂળ અજમેર રાજસ્થાન વાળાની  સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તા ૯/૭ ના રોજ રાતે ૨થી ૩ વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામની સીમમાં આવેલ ફ્લાય સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં મરણ જનાર અજાણ્યો આશરે ૨૫થી ૩૫ વર્ષનો પૂરૂષ આવ્યો હતો અને આરોપી બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાનની પત્ની બાનુબેન તથા તેમની દિકરી લેલાબેન સુતા હતા ત્યારે તેમનું ગોદડુ ખેંચતા તેઓ જાગી ગયા હતા અને દેકારો કરતા અજાણ્યો ઇસમ ચોરી કરવા આવેલ છે તેવું માનીને બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન, કપીલકુમાર વીરપલસિંહ, રાહુલકુમાર સંજયસિંહ, મહેન્દ્રસિંહ ધરનાસિંહ અને અસલમ જાબુદીન મલીકએ તેને પકડીને લાકડી વતી માર માર્યો હતો અને તેનું માથુ પકડી પછાડી ઢીકાપાટુનો ઢોર માર્યો હતો જેથી કરીને અજાણ્યા પુરૂષને માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજયુ હતું માટે કારખાનેદારની હત્યાની ફરિયાદ લેવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપી બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન, કપીલકુમાર વીરપલસિંહ, રાહુલકુમાર સંજયસિંહ અને મહેન્દ્રસિંહ ધરનાસિંહ નામના ચાર આરોપીની ધરપકડ કરેલ છે જો કે એક આરોપીને પકડવાનો બાકી છે 




Latest News