મોરબીમાંથી ચોરી કરેલા 6 બાઇક સાથે આરોપીની ધરપકડ મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવાનોને મળશે પ્રમુખ બનાવની તક મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ ગુડ જોબ: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન માટે કરિયાવર આપ્યો મોરબીમાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન મોરબી: ભોજાણી પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી
Morbi Today

ટંકારા તાલુકાનાં વીરપર પાસે કારખાનામાં પરિણીતાનો ફાંસો ખાઈને આપઘાત


SHARE











ટંકારા તાલુકાનાં વીરપર પાસે કારખાનામાં પરિણીતાનો ફાંસો ખાઈને આપઘાત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા કારખાનામાં રહેતી અને બે માસ પહેલા જ લગ્ન થયેલ પરિણીતાએ પોતાના લેબર કવાર્ટરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ એશિયન ફ્લેક્સિપેક નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા પંકજભાઈ બાવળિયાના પત્ની નીતાબેન બાવળીયા (૨૦)એ પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે આવ્યો હતો હાલમાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ ડીવાયએસપી અને તેની ટીમ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે 

ફિનાઇલ પીધું

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારની અંદર આવેલું વૃષભનગર સોસાયટીમાં રહેતા રાજેશભાઈ આઘારા જાતે વાણંદના પત્ની કાવેરીબેન (૩૦) એ કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ફિનાઇલ પી લીધું હતું જેથી તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને હાલમાં આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી શરૂ કરેલ છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી કાવેરીબેનનો લગ્ન ગાળો સાડા ચાર વર્ષનો છે અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે

 




Latest News