મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં ડુબી જતા એક બાળકનું મોત, એકનો બચાવ


SHARE

















મોરબીની મચ્છુ નદીમાં ડુબી જતા એક બાળકનું મોત, એકનો બચાવ

 
મોરબી મચ્છુ નદીના પટમાં પાજ નજીક બે બાળકો ગયા હતા જે પૈકી એક ડુબી ગયો હતો. જે બનાવની જાણ મોરબી પાલિકાને કરવામાં આવી હતી.જોકે બે પૈકી એક બાળક પાજ નજીક પાણીના ખાડામાં ડુબી ગયો હતો.તેથી નદીના પાણીમાં ગરકાવ થયેલા એક બાળકને શોધવા માટે થઈને ફાયર વિભાગના સ્ટાફે કવાયત શરૂ કરી હતી અંતે મોરબી નગરપાલિકાની ટીમ દ્વારા બાળકને શોધવા કરવામાં આવેલ કવાયતના અંતે મચ્છુ નદીમાં ડૂબેલા બાળકના મૃતદેહને બહાર કાઢીને હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે અને બનાવની મોરબી ડિવિઝન બી ડીવીજન પોલીસે થતા તેમણે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
 
મોરબીની મચ્છુ નદીમાં પટમાં આવેલ પાજ નજીક આજે તા.૧૦ ના રોજ ગ્રીનચોક વિસ્તારમાં રહેતા બે બાળકો ગયા હતા જે પૈકી ડુબી જવાથી એક બાળકનું મોત નિપજેલ છે.જાણવા મળતી વિગતો મુજબ શહેરના ગ્રીનચોક વિસ્તારમાં આવેલી કંસારા શેરીમાં રહેતો હર્ષ દિનેશભાઇ વાસરાણી (ઉમર ૧૪) નામના બાળકનું ડુબી જવાથી મોત નિપજેલ છે. મૃતક હર્ષ વારસાણી સાંજે પારેખ શેરીમાં રહેતા તેના મિત્ર ઓમની સાથે મચ્છુ નદીમાં પટમાં આવેલી પાજ પાસે પાણી ભરેલ ખાડામાં ન્હાવા માટે ગયો હતો તે સમયે તે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.બાદમાં જાણ થતા મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમે મૃતક બાળક હર્ષ દિનેશભાઇ વાસરાણી (ઉમર ૧૪) રહે.કંસારા શેરી બજાર લાઇન મોરબીની લાશ નદીમાંથી બહાર કાઢીને પીએમ માટે સિવિલે ખસેડી હોવાનું જાણવા મળેલ છે અને પોલીસે રાબેતા મુજબની તપાસ હાથ ધરેલ છે.

મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બીપોઝીટીવ




Latest News