વાંકાનેરના મેસરીયા ગામે વાડીમાં રેઢિયાળ ઢોર પૂરતા શખ્સોને ઠપકો આપનાર મહિલા અને તેને દીકરાને બે મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર
Breaking news
Morbi Today

વાંકાનેરનાં સતાપર ગામે જુગાર રમતા પાંચ શખ્સો ૧૫૨૦૦ ના મુદામાલ સાથે પકડાયા


SHARE

















વાંકાનેરનાં સતાપર ગામે જુગાર રમતા પાંચ શખ્સો ૧૫૨૦૦ ના મુદામાલ સાથે પકડાયા

 વાંકાનેર તાલુકાનાં સતાપર ગામે કન્ડેશ્વર મહાદેવના મંદિર તરફ જવાના રોડે આવેલ કાળુભાઇ હરજીભાઇ કોળીના મકાન નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે જુગાર રમતાપાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૧પ,ર૦૦ ના મુદામાલ  સાથે તેની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં સતાપર ગામે કન્ડેશ્વર મહાદેવના મંદિર તરફ જવાના રોડે આવેલ કાળુભાઇ હરજીભાઇ કોળીના મકાન નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેથી પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ગોરધનભાઇ ઉર્ફે રમેશભાઇ કરશનભાઇ ધોરીયા રહે.શરોડી થાનગઢ, અબ્દુલભાઇ અલીભાઇ બાવરા જાતે રહે.સમઢીયાળા વાંકાનેર, યોગેશભાઇ ધીરૂભાઇ મકવાણા રહે. સરોડી થાનગઢ, રવજીભાઇ કાનાભાઇ સાપરા રહે.ગુંદાખડા વાંકાનેર અને જીતેન્દ્રભાઇ વીનુભાઇ બાવળીયા રહે.તરકીયા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપીયા ૧પ,ર૦૦ ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરેલ છે 




Latest News