મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીના જુના મકનસર ગામે પત્નીને તેડવા માટે ગયેલા યુવાનને સાસુ, સસરા અને બે સાળાએ માર માર્યો


SHARE

















મોરબીના જુના મકનસર ગામે પત્નીને તેડવા માટે ગયેલા યુવાનને સાસુ, સસરા અને બે સાળાએ માર માર્યો

મોરબી તાલુકાનાં જુના મકનસર ગામ રબારી વાસમાં પત્નીને તેડવા માટે ગયેલા યુવાન અને તેના ભાઈને સાસુ, સસરા અને બે સાળાએ માર માર્યો હતો જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં અમરાપર(નાગલપર) ગામે રહેતા ડાયાભાઇ જીવણભાઇ કરોતરા જાતે રબારી (ઉ.વ.૩૩)એ બિજલભાઇ હીરાભાઇ વેરાણા, ભારાભાઇ બિજલભાઇ વેરાણા, દેવસીભાઇ બિજલભાઇ વેરાણા અને વજીબેન બિજલભાઇ વેરાણા રહેતમામ મકનસર ગામ રબારી વાસ  વાળાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, તેઓ જુના મકનસર ગામ રબારી વાસમાં રહેતા તેના સાસરાના ઘરે તેના ભાઈ બીજલભાઈને સાથે લઈને પોતાની પત્નીને તેડવા માટે ગયા હતા ત્યારે આરોપી બિજલભાઇ હીરાભાઇ વેરાણા, ભારાભાઇ બિજલભાઇ વેરાણા, દેવસીભાઇ બિજલભાઇ વેરાણાએ લોખંડનો પાઇપ, કુંડલી વાળી લાકડી તથા લાકડાના ધોકા વતી તેઓને તેમજ તેના ભાઈને માર માર્યો હતો અને ડાબા હાથે ફેક્ચર જેવી ઇજા કરી હતી અને તેના સાસુએ તેને પકડી રાખીને ગાળો આપી હતી જેથી પોલીસે યુવાની ફરિયાદ લઈને તેના સાસુ સસરા અને બે સાળાની સામે આઇ.પી.સી.કલમ - ૩૨૩૩૨૪૩૨૫૫૦૪૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ફરિયાદી યુવાન અને તેની બહેનના લગ્ન આરોપી અને તેની બહેન સાથે સામસામે કરવામાં આવ્યા હતા અને આરોપી દેવસીભાઇ બિજલભાઇ વેરાણાએ ફરિયાદી યુવાનની બહેનને માર માર્યો હતો જેથી કરીને તે છેલ્લા ૨૦ દિવસથી માવતરે આવી ગયેલ હતી અને તેવામાં ફરિયાદી ડાયાભાઇ જીવણભાઇ કરોતરાના પત્ની તેના ચાર સંતાનોને લઈને માવતરે જતાં રહ્યા હતા જેથી કરીને ફરિયાદી તેના ભાઈને સાથે લઈને પત્ની તેમજ બાળકોને લેવા માટે સાસરે ગયા હતા ત્યારે તે બંને ભાઈઓને માર મરવામાં આવ્યો છે




Latest News