મોરબીના વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રાજુભાઈની વાડીએ કૂવામાં પડી જવાથી તરૂણનુ મોત નીપજયું હતું. જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને માનસીક અસ્થીર મૃતક તરૂણના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં રાજુભાઇની વાડી આવેલ છે જેમાં આવેલ કુવામાં બાજુમાં રહેતો વિક્રમ અરવિંદભાઈ સગાલા જાતે કોળી (ઉંમર વર્ષ ૧૬) રહે. લાકડધાર તા.વાંકાનેર વાળો પડી જતા ડુબી જવાથી તેનું મોત નીપજયું હતું.જેથી કરીને તેના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને વાંકાનેર હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને વાંકાનેર હોસ્પિટલના સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા બીટ જમાદાર જે.જી.ઝાલાએ અકસ્માત મોત અન્વયે નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરે છે.તેઓના જણાવ્યા પ્રમાણે મૃતક વિક્રમભાઈ કોળી અવારનવાર ઘરેથી કહ્યા વિના ચાલ્યા જતા હતા અને માનસિક અસ્થિર હોય કોઈ કારણોસર તેમના ઘરની બાજુમાં આવેલ રાજુભાઈની વાડીના કુવામાં પડી જવાથી વિક્રમ કોળીનું મોત નિપજેલ છે.
મહિલાનું મોત
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સોકેરા સિરામિકની અંદર રહેતા અને મજૂરી કામ કરતા ચિત્રાબેન નીરજભાઈ પાંડે (ઉંમર ૨૭) ને કમળાની બીમારી હતી દરમિયાન તેણીનું મોત થયું હતું જેથી કરીને તેઓના પતિ ચિત્રાબેનના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બાળક-યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ સનગોલ્ડ સેનેટરી નજીક બાઇકમાં જઇ રહેલા ઉમર મન્સૂરી નામનો સાત વર્ષના બાળક શ્રીજીકાંટા નજીક ચાલુ બાઇકે પડી જતા સારવારમાં ખાનગી હોસ્પીટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા પ્રદીપ મગનભાઇ છાસીયા નામનો ૨૭ વર્ષનો યુવાન કોઈ કારણોસર તેના ઘેર ફિનાઇલ પી ગયો હતો જેથી કરીને તેને સારવારમાં ખસેડાતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ આગળની તપાસ હાથ ધરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”