મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામના પાટિયા પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનને ઇજા


SHARE

















મોરબીના વનાળીયા ગામના પાટિયા પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનને ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર વનાળીયા ગામના પાટિયા પાસેથી બગથળા ગામે રહેતા તરુણભાઈ ગોરધનભાઈ સાંણજા (૩૦) પોતાનું બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે રોકડિયા હનુમાનથી ખાખરાડા વચ્ચેના રસ્તા ઉપર તેના બાઇકને ટ્રક ચાલકે અડફેટે લેતાં તરૂણભાઇ ગોરધાનભાઈને ઈજાઓ થઈ હતી જેથી કરીને તેમને સારવારમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

યુવાનને ઇજા

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા રવજીભાઈ નાગજીભાઈ છૈયા (૨૭) ઊંચાઈ પરથી નીચે પડી જતા તેઓને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બાળકીને ઇજા

મોરબી તાલુકાના ખાનપુર ગામે રહેતા યોગેશભાઈ ઘાડાસરાની ૧૧ વર્ષની દીકરી જેનીશા સાયકલ લઈને પોતાના ઘર પાસેથી પસાર થતી હતી ત્યારે સાયકલ ઉપરથી નીચે પટકાતા જેનીશાને શરીરે ઈજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સાગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News