મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

ટંકરાના હડમતીયા પાસે ચક્કર આવતા પડી જવાથી આધેડનું મોત


SHARE

















ટંકરાના હડમતીયા પાસે ચક્કર આવતા પડી જવાથી આધેડનું મોત

ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે પાલનપીરની જગ્યાની સામેના ભાગમાં કડિયા કામ કરી રહેલ મૂળ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પરીક્ષિત લાલનગર બ્લોક નંબર ૧૩ માં રહેતા વશરામભાઈ જેઠાભાઇ સૌંદરવા (ઉંમર ૫૫) ચક્કર આવતા નીચે પડ્યા હતા અને ત્યારે તેને હૃદયરોગનો હુમલો આવી જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજયુ તેના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુ અને આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરે છે

બિમારી સબબ મોત

મોરબી તાલુકાના કેરાળા ગામ પાસે આવેલ સ્પીરોન એલએલપી સિરામિક નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા રાહુલભાઈ બારસિંગભાઈ રાઠવા (ઉંમર વર્ષ ૨૭) છેલ્લા ત્રણ-ચાર દિવસથી બીમારી હતા અને બીમારી સબબ તેનું મૃત્યુ નિપજતા રાહુલભાઈ રાઠવાના મૃતદેહને પીએમ માટે થઈને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

ગુમ થયેલ યુવાન મળ્યો

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં ભુદેવ ડેરી સામેના ભાગમાં રહેતા સંદીપભાઈ સુરેશભાઈ ચૌહાણ જાતે રજપૂત (ઉંમર ૩૬) પોતાના ઘરેથી કામે જાવ છું તેમ કહીને તા ૧૦/૮ ના રોજ સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં નીકળ્યા હતા અને ત્યારબાદ તે ઘરે પરત આવેલ ન હતા જેથી સંદીપભાઈ ચૌહાણ ગુમ થયા હોવા અંગેની તેના નાના ભાઈ કિશનભાઇ સુરેશભાઈ ચૌહાણ (ઉંમર ૨૬) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે ગુમસુધા નોંધીને ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં સંદીપભાઈ સુરેશભાઈ ચૌહાણ મળી આવ્યા છે જેથી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગુમ થયેલ યુવાન કામ ધંધો બારોબાર ચાલતો ન હોવાથી કામ શોધવા માટે ઘરેથી જતાં રહ્યા હતા

દેશી દારૂ

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ રાધે શોપીંગની બાજુ માંથી પોલીસે વિદેશી દારૂ ભરેલા ૧૦ બાચકા કબજે કર્યા હતા જેમાંથી પોલીસે અઢી સો લીટર દેશી દારૂ કબજે કરેલ છે અને પાંચ હજાર રૂપિયાની કિંમતના દારૂ સાથે હાલમાં પોલીસે જય ઉર્ફે જયેશ કિશોરભાઈ ગડેશીયા (ઉંમર વર્ષ ૨૧) રહે સરસ્વતી સોસાયટી શેરી નંબર-૨, બ્લોક નંબર ૧૧, સર્કિટ હાઉસ સામે વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરે છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News