વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ભૂદેવોએ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા
મોરબી જીલ્લામાં ભાઈએ ભાઈને અને બહેને બહેનને રાખડી બાંધીને રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી !
SHARE
મોરબી જીલ્લામાં ભાઈએ ભાઈને અને બહેને બહેનને રાખડી બાંધીને રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી !
ભારતીય સમાજમાં ઉત્સવોનું ખુબ મહત્વ છે અને દરેક ધર્મના લોકો પોતાના તહેવારો ખુબ ઉલ્લાસથી ઉજવે છે રક્ષાબંધનનો દિવસ બહેન અને ભાઈ માટે ખાસ હોય છે આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ અને બહેન વચ્ચેના રક્ષણાત્મક બંધનની ઉજવણી કરે છે સ્ટેમ ફોર ગર્લ્સ પ્રોજેક્ટ અંતર્ગત કોહેઝન ફાઉન્ડેશન દ્વારા શાળાના સહકારથી મોડેલ સ્કુલ હળવદ, જી.પી.હાઇસ્કુલ તીથવા, ધીવીસી હાઇસ્કુલ મોરબી અને મ્યુની. ગર્લ્સ હાઇસ્કુલ વાંકાનેર ખાતે રક્ષાબંધનની ઉજવણી અલગ રીતે કરવામાં આવી હતી જેમાં ભાઈ બહેનનું રક્ષણ કરે તેની સાથે સાથે બહેન પણ ભાઈનું રક્ષણ કરી શકે, બહેન પણ બહેનનું રક્ષણ કરી શકે તેવો વિચાર પણ સ્વીકારી અલગ રીતે ઉજવણી કરી હતી કોહેઝન ફાઉન્ડેશન IBM સ્ટેમ ફોર ગર્લ્સ પ્રોજેક્ટ દ્વારા બાળકોમાં અને એમાંય ખાસ કન્યાઓમાં જાતિ સમાનતા, સ્વઓળખ, કારકિર્દી અને એકવીસમી સદીની કુશળતા વિકસિત થાય તે માટે શિક્ષણ વિભાગના સહકારથી કાર્ય કરી રહ્યું છે. ત્યારે રક્ષાબંધનની ઉજવણીમાં બાળકોએ અલગ અલગ ગ્રુપમાં પોતાની સર્જનાત્મકતા દર્શાવતી રાખડીઓ બનાવી હતી અને તેનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું . સૌથી સારી રાખડી બનાવનારને જાહેરમાં પ્રસંસા કરવામાં આવી હતી ત્યારબાદ બહેને ભાઈને રાખડી બાંધી, બહેને બહેનને રાખડી બાંધી અને ભાઈએ ભાઈને પણ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ રક્ષાબંધનની ઉજવણીમાં ભાઈએ બહેન પાસેથી, બહેને ભાઈ પાસેથી કોઈ એક STEM ને અનુરૂપ નવી આવડત શીખશે તે પ્રોમીસ આપી હતી આ ઉજવણી શાળા પરિવાર અને કોહેઝન સંસ્થાના કાર્યકરો દ્વારા ખુબ તૈયારી કરવામાં આવી હતી