મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં મસ્તી કરતા ઇસમને ના પાડતા જ્ઞાતિપ્રત્યે હડધૂત કરનાર બે પકડાયા


SHARE













મોરબીના વજેપરમાં મસ્તી કરતા ઇસમને ના પાડતા જ્ઞાતિપ્રત્યે હડધૂત કરનાર બે પકડાયા

મોરબીના જેલચોક સામે વાલ્મીકીવાસ વિસ્તારમાં રહેતો યુવાન વજેપર પ્રા.શાળા પાસેથી જતો હતો ત્યારે તેની બે ઈસમો દ્વારા મસ્તી કરવામાં આવતી હોય મસ્તી કરવાની ના પાડી હતી ત્યારે સામેવાળા બે ઇસમોએ ઉશ્કેરાઇ જઇને છરી વડે યુવાનના ડાબા હાથના ભાગે સામાન્ય ઇજા કરી હતી અને પ્લાસ્ટીકના પાઇપ વડે મૂઢ માર મારીને જાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ બે હુમલાખોરોની ધરપકડ કરેલ છે.

 
મોરબી સીટી એ ડિવિજન તેમજ ડીવાયએસપી પોલીસ સુત્રોમાંથી મળતી માહીતી મુજબ શહેરના જેલચોક વિસ્તારની સામે આવેલા વાલ્મીકિવાસ વિસ્તારમાં રહેતો ભરત ગોવિંદભાઇ પરમાર નામનો ૨૫ વર્ષનો યુવાન વજેપર પ્રાથમિક શાળા નજીકથી જતો હતો ત્યારે ત્યાં તેની ઉપર સીરાજ ગુલામહુશેન ઉર્ફે હાજીભાઇ સુમરા અને સલીમ ઈસ્માઈલ સુમરા રહે.બંને વજેપર વાળાઓએ હુમલો કર્યો હતો.જેથી ઈજાગ્રસ્ત થયેલા ભરત પરમારમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર લીધા બાદ તેણે એ ડીવીઝન પોલીસ મથક ખાતે સીરાજ સુમરા અને સલીમ ઇસ્માઇલ સુમરા રહે.બંને વજેપર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, સિરાજ તેની મસ્તી કરીને ગાળો આપતો હોય તેને ગાળો દેવાની અને મસ્તી કરવાની ના પાડી હતી તે વાતનો રોષ રાખીને તેના ઉપર સીરાજ દ્રારા હુમલો કરીને છરી વડે ડાબા હાથના ભાગે સામાન્ય ઇજા પહોંચાડવામાં આવી હતી અને સલીમ દ્વારા પ્લાસ્ટિકના પાઇપ વડે મૂઢ માર મારીને ગાળો આપી બંને દ્વારા જાહેરમાં જાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો જેથી એસ્ટ્રોસીટી, મારામારી અને મદદગારી સહિતની કલમો હેઠળ એ-ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધયો હતો.જેની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય ચલાવી રહ્યા હોય તેમણે તા.૨૨-૮ ના સાંજના સાડા સાતેક વાગ્યે સીરાજ ગુલામહુશેન ઉર્ફે હાજીભાઇ સુમરા (૨૨) અને સલીમ ઈસ્માઈલ સુમરા (૩૫) રહે.બંને વજેપર શેરી નંબર-૧૨ મોરબીની ઉપરોકત ગુનામાં ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
સાપ કરડતા સારવારમાં
 
મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા મોટાભેલા ગામે સાપ કરડી જવાથી નિર્મળાબેન શામજીભાઈ નિનામા નામની ૨૫ વર્ષીય મહિલાને સારવારમાં સિવિલે ખસેડવામાં આવી હતી. જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતી મદીનાબેન રાયમલભાઈ ભટ્ટી નામની ૧૯ વર્ષીય અપરિણીત યુવતી કોઇ કારણોસર ફિનાઇલ પી જતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાઇ હતી બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ તપાસ હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News