મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટના કારખાનામાંથી ઘડિયાળના ૮૦૦૦ મુમેન્ટની ચોરી કરનાર વધુ એક શખ્સની ધરપકડ


SHARE













મોરબીના લાતી પ્લોટના કારખાનામાંથી ઘડિયાળના ૮૦૦૦ મુમેન્ટની ચોરી કરનાર વધુ એક શખ્સની ધરપકડ

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા ઘડિયાળના કારખાનામાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ઘડિયાળમાં લાગતા મુમેન્ટના ૧૬ કાર્ટુન જેમાં ૮૦૦૦ મુમેન્ટ હતા તેની ચોરી કરી હતી જેથી કરીને ૪૬ હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોવાની કારખાનેદારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં અગાઉ પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ હતી અને ગઇકાલે વધુ એકની ધરપકડ કરાયેલ છે.

મોરબીના શક્તિ પ્લોટ શેરી નંબર-૮ માં ડાર્વિન એપાર્ટમેન્ટમાં રહેતા અશોકભાઇ છગનલાલ મહેતા (૬૩) એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓના લાતી પ્લોટ શેરી-૩ ની અંદર આવેલા ઘડિયાળના કારખાનામાં ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર-૩ ની અંદર ફેન ક્લોક નામનું તેઓનું ઘડિયાળનું કારખાનુ આવેલ છે જે કારખાનાની અંદર અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ કારખાનામાંથી ચાવી મેળવીને પહેલા માળે રાખવામાં આવેલા ઘડિયાળમાં લાગતા મૂમેન્ટના ૧૬ કાર્ટુન જેમાં ૮૦૦૦ મુમેન્ટ હતા તે રૂા.૪૬૦૦૦ ની કિંમતના મુમેન્ટ કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયેલ છે જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે કારખાનેદારની ફરિયાદ લઈને તસ્કરોને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપી સુધી પહોચવા માટે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં શંકાસ્પદ હાલતમાં બે શખ્સ મળી આવ્યા હતા જેની પુચ્છપરછ કરવામાં આવતા તેમણે જ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ કબ્જે કરેલ છે અને ચોરીના આ ગુનામાં તે સમયે પોલીસે શકીલ સતારભાઈ કાદરી (૨૨) રહે, જોન્સનગર અને જયરાજસિંહ ઉર્ફે જયદીપસિંહ ભીખુભા જાડેજા (૨૮) રહે, શનાળા વાળાની ધરપકડ કરી હતી તે ચોરીમાં તે બંનેની સાથે જ સંડોવાયેલ જાવેદ અખ્તર બ્લોચ (૨૪) રહે.મકરાણીવાસ સબજેલ પાસે મોરબીની ગઇકાલે ધરપકડ કરવામાં આવેલ છે.


મારામારીમા ઇજા

મોરબીના હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા ધવલ દેવરાજ ઇટોદરા કોળી નામના ૧૯ વર્ષના યુવાનને જીલટોપ સીરામીક પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો. વધુમાં મળતી માહિતી મુજબ મહેશ ઉર્ફે પપ્પુ બાબુ કોળી અને તેના મિત્ર સાગર તથા અજયે સગાઈ બાબતે બોલાચાલી કરીને ધવલને માર માર્યો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 




Latest News