મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : હળવદ પંથકમાં સગીરાની એકલતાનો લાભ લઇ અડપલા કરી છેડતી કરનાર બે સામે ગુનો નોંધાયો


SHARE













મોરબી : હળવદ પંથકમાં સગીરાની એકલતાનો લાભ લઇ અડપલા કરી છેડતી કરનાર બે સામે ગુનો નોંધાયો

મોરબી જીલ્લાના હળવદ તાલુકા પંથકમાં આવેલ એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા તેના ઘરે એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઇને બે ઈસમો તેણીના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને શારિરીક અડપલા કરી સગીરાની છેડતી કરી હતી જેથી કરીને ભોગ બનેલ સગીરાએ બે સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

હળવદ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એક ગ્રામ્ય વિસ્તારની રહેવાસી સગીરા તેણીના ઘેર એકલી હતી ત્યારે હળવદ તાલુકાના જ નવા ઇસનપુર ગામના પુષ્પમ ભુપત દલવાડી અને મનસુખ જેરામ દલવાડી નામના બે ઈસમો તેણીના ઘેર ગયા હતા અને સગીરાની એકલતાનો લાભ લઇને તેણીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા બાદ બદઈરાદે સગીરાની સાથે શારીરિક અડપલા કરી સગીરાની છેડતી કરી હતી જેથી ભોગ બનેલી સગીરાએ હળવદ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતાં પીઆઇ પી.એ.દેકાવાડીયા એ આઇપીસીની કલમ ૩૫૪(એ), ૪૫૨, ૫૦૬(૨), ૧૧૪ અને પોકસો એક્ટની કલમ ૧૨ અને ૧૭ મુજબ ગુનો દાખલ કરી હાલમાં પુષ્પમ દલવાડી અને મનસુખ દલવાડી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

છરી સાથે ત્રણ પકડાયા

મોરબી એ ડિવિઝન પોલીસ વિસ્તારની અંદર જુદી-જુદી ત્રણ જગ્યાઓએથી પોલીસ સ્ટાફે ત્રણ ઈસમોની છરી સાથે ધરપકડ કરી હતી. જેમાં શહેરના લીલાપર રોડ હોથીપીર દરગાહ પાસેથી નીકળેલા નવસાદ હુસેન વઘાડીયા સિપાઇ (૨૩) રહે.મકરાણીવાસ બ્રાહ્મણ ભોજન શાળા પાસે વાળાની છરી સાથે ધરપકડ કરવામાં આવી હતી. તે રીતે જ મોરબીના નગર દરવાજા ચોકમાં મામુજી નામની દુકાન પાસેથી નીકળેલ સતીશ ગિરીશ ચૌહાણ રજપૂત (૨૦) રહે.બાપાસીતારામ ચોક પખાલી શેરી વાળાની પણ છરી સાથે ધરપકડ કરવામાં આવી હતી.તેમજ મોરબીના કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ મસ્તાન ચિકન નજીકથી નીકળેલ દેવાભાઈ મૂળજીભાઈ નિમાવત (૩૮) રહે.મોરબીના કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ વાળાની પણ ધારદાર છરી સાથે ધરપકડ કરી ત્રણેય વિરૂધ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News