વાંકાનેરના અરણીટીંબામાં ખેડૂતો પર ખોટી એટ્રોસીટીની ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે ખેડૂતોના ધામા
SHARE
વાંકાનેરના અરણીટીંબામાં ખેડૂતો પર ખોટી એટ્રોસીટીની ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે ખેડૂતોના ધામા
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર તાલુકાનાં અરણીટીબા ગામનાં ખેડૂત ખાતેદારો પર જમીન બાબતે ખોટી રીતે એટ્રોસીટી ફરિયાદ દાખલ કરાઈ હોવાના આક્ષેપો સાથે ખેડૂતો વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉમટયા હતાં અને ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી.
તાલુકાના અરણીટીબા ગામનાં 5 થી 7 જેટલા ખેડૂત ખાતેદારો પર જમીન બાબતે ખોટી રીતે એટ્રોસીટી ફરિયાદ દાખલ કરાઈ હોવાના અને પોલીસ દ્વારા પણ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર આ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી હોવાનાં આક્ષેપો સાથે ખેડૂતો વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉમટી પડયાં હતાં, અને ફરિયાદ રદ કરવાની ઉગ્ર માંગ કરી હતી, અને જો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો પાંચ હજાર જેટલા ખેડૂતો ઉમટી પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી, આ ગામના ખેડૂતો પર માલિકીનાં ખરા (જમીન) બાબતે ગામનાં જ અમુક લોકો દ્વારા આ રીતે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતાં, અને પોલીસ દ્વારા પણ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર રાગ દ્વેષ રાખી આ ફરિયાદ દાખલ કરી દેવાઈ હોવાના આક્ષેપો સાથે ખેડૂતો વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉમટયા હતાં, અને યોગ્ય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવતાં ગરમાવો ફેલાવા પામ્યો હતો.