મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે માલગાડી સાથે અથડાતાં યુવાનનું મોત


SHARE













મોરબીના રફાળેશ્વર પાસે માલગાડી સાથે અથડાતાં યુવાનનું મોત

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ તળાવ નજીકથી માલગાડી પસાર થતી હતી ત્યારે તેની સાથે અજાણ્યા 25 વર્ષનો યુવાન અથડાઇ જતાં તેને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની રેલવે પોલીસ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ પાણીના તળાવ પાસે રેલવેના ઈલેક્ટ્રિકલ્સ થાંભલા નંબર ૧૯/૨૧ પાસેથી માલગાડી તા ૨૫ ના રોજ સવારે અગિયાર વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી ત્યારે માલગાડી સાથે ૨૫ વર્ષનો યુવાન અથડાયો હતો જેથી તે યુવાનને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી માટે આ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની રેલવેના એએસઆઈ રતિલાલ બાબુભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાન ઝારખંડનો હોવાની વાત સામે આવી છે જો કે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે




Latest News