“નંદ ઘેર આનંદ ભૈયો”: મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીએ મટકીફોડ યોજાશે
મોરબીના ગાળા ગામે ખેડૂતોનું આંદોલન બાહેંધરી સાથે સમેટાયું
SHARE
મોરબીના ગાળા ગામે ખેડૂતોનું આંદોલન બાહેંધરી સાથે સમેટાયું
મોરબી નજીકના ગાળા, હરીપર અને કેરાળા ગામના ખેડૂતોએ પ્રદૂષણના લીધે પાકને નુકશાની થઈ હોવાથી વળતરની માંગ સાથે ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું જો કે, જવાબદાર અધિકારીને પાણીદાર બાહેંધરી આપેલ છે જેથી કરીને હાલમાં ખેડૂતોએ આંદોલન સમેટી લીધું છે
મોરબી નજીકના હરીપર, કેરાળા અને ગાળા ગામના ખેડૂતોએ પ્રદુષણના લીધે પાકને નુકશાન થયું હોવાથી ખેતરમાં ઇન્ટર નેશનલ હ્યુમન રાઇટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા સહિતનાની આગેવાનીમાં આંદોલન શરૂ કર્યું હતું અને પાક નુકશાની સામે વળતરની માંગ કરી હતી ત્યારે આંદોલનના ત્રીજા દિવસે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની મધ્યસ્થીથી આંદોલન સમેટાયું છે અને પ્રદુષણ વિભાગના અધિકારીએ ઉપવાસી છાવણી મુલાકાત લઈને ખેડૂતોને ન્યાય અપાવવાની ખાતરી આપી છે જેથી કરીને ખેડૂતોએ અધિકારીની બાહેંધરીને ધ્યાનમાં રાખીને હાલમાં ખેડૂતોએ પારણા કર્યા છે જો કે, ન્યાય નહિ મળે તો ફરી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે