વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે જ્ન્માષ્ટમીની ઉજવણી સંદર્ભે મિટિંગ યોજાઇ
વાંકાનેરમાં નાગપંચમીની મહિલાઓ દ્વારા કરાઈ આસ્થા પૂર્ણ ઉજવણી
SHARE
વાંકાનેરમાં નાગપંચમીની મહિલાઓ દ્વારા કરાઈ આસ્થા પૂર્ણ ઉજવણી
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં આજરોજ નાગ પંચમી નિમિત્તે પૂજન અર્ચન કરી મહિલાઓ દ્વારા આસ્થા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
શહેરનાં કુંભારપરા વિસ્તારમાં આવેલ વર્ષો પહેલાનાં જુના પાધર હનુમાન મંદિર જગ્યા ખાતે આવેલ નાગ દેવતાની પ્રતિમાનું મહિલાઓએ આસ્થા પૂર્વક પૂજન કર્યું હતું, અહીં નાગ દેવતાની પ્રતિમાનું વર્ષો જુનું સ્થાપન આવેલ હોય વર્ષોથી નાગ પંચમીનાં દિવસે મહિલાઓ અહીં આસ્થા પૂર્વક પૂજન વિધિ કરે છે, આજરોજ નાગપંચમી નિમિત્તે તલવટ, શ્રીફળ, કુલેર, કઠોળ, ધૂપ, દીપ, દ્વારા નાગદેવતાની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતું, અને ઘેર ઘેર પણ પારીયાણા પાસે કંકુ વડે નાગ દેવતાની પ્રતિમા કંડારી પરંપરાગત પૂજન અર્ચન વિધિ કરવામાં આવી હતી, વાંકાનેરમાં ઠેર ઠેર આસ્થા પૂર્વક નાગપંચમી નિમિત્તે પૂજન વિધિ કરી ઉજવણી કરવામાં આવી હતી.