મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જુના નાગડાવાસ ગામે ગળેફાંસો ખાતા યુવાનનું મોત


SHARE













મોરબીના જુના નાગડાવાસ ગામે ગળેફાંસો ખાતા યુવાનનું મોત

મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા યુવાને તેની વાડીએ જઈને કોઈ કારણોસર ગળેફાંસો ખાઇ લેતાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે ગામની સીમમાં આવેલી વાડીએ ધીરૂભાઈ ભવનભાઈ રાઠોડ (ઉમર ૪૮) રહે.જુના નાગડાવાસ તા.જી.મોરબી એ ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને ધીરૂભાઇનું મોત નીપજતાં તેમના મૃતદેહને પીએમ માટે અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે બનાવની નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના તીથવામાં જુગાર રમતાં ચાર પકડાયા

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના તીથવા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તીથવા ગામે આવેલ લાલસાનગરની ધાર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલ મનોજ ઉર્ફે મુન્નો લક્ષ્મણ સીતાપકા કોળી (૩૧), રામા સામત ફાંગલીયા ભરવાડ (૩૫), મુકેશ ગેલા ફાંગલીયા ભરવાડ (૩૪) અને રહીમશા ફરીદશા શાહમદાર ફકીર (૬૫) રહે.ચારેય તીથવા ધાર વિસ્તાર તા.વાંકાનેરની રોકડા રૂપિયા ૧૪,૫૦૦ સાથે ધરપકડ કરી ચારેય વિરૂદ્ધ જુગારધારા કલમ ૧૨ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

ત્રણ લોકો સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં રહેતા હિતેશભાઈ પ્રકાશભાઈ ભટ્ટી (૪૩) તેમનાં પત્ની દિપ્તીબેન (૪૦) અને તેમનો પુત્ર હર્ષદ (૧૪) ત્રણેય લોકો બાઈકમાં બેસીને કંડલા બાયપાસ પાસેથી જતા હતા ત્યાં કામધેનુ પાર્ટી પ્લોટ નજીક તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ત્રણેય ઈજાગ્રસ્તોને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હોવાનું મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પાસેથી જાણવા મળેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News