સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઉચીમાંડલ ગામેથી જુગાર રમતા પાંચ પકડાયા


SHARE





મોરબીના ઉચીમાંડલ ગામેથી જુગાર રમતા પાંચ પકડાયા

મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીને આધારે ઉંચી માંડલ ગામે રેડ કરીને હોટલની પાછળના ભાગે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચની ધરપકડ કરી હતી.

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પાસેથી મળતી માહિતી મુજબ તાલુકાના ઉચીમાંડલ ગામની સીમમાં રાધે ક્રિષ્ના હોટલની પાછળ જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં રેડ કરવામાં આવતા જાહેરમાં જુગાર રમી રહેલા બાબુ હીરા ફળદુ  પટેલ (૬૫) રહે.ઉમા ટાઉનશીપ વિનાયક એપાર્ટમેન્ટ, ગોવિંદ અમરશી વટસોલા પટેલ (૫૯) રહે.ઉંચીમાંડલ મેઇન બજાર, મહિપતસિંહ માધુભા પરમાર દરબાર (૩૯) રહે. ઉંચીમાંડલ જુનાગામ, કનૈયાલાલ મગનલાલ રૂપાલા પટેલ (૫૪) રહે.સુસવાવ હળવદ અને રાજેશ માવજી કાલરીયા પટેલ (૩૬) રહે.ગોપાલ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે મોરબી-૨ વાળાઓની રોકડા રૂા.૩૧,૦૦૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને ઉપરોક્ત પાંચેય વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

વીસીપરા જુગાર

મોરબીના વીસીપરામાં આવેલ ચાર ગોડાઉન પાછળ જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોય બી ડીવીઝન પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી જાહેરમાં જુગાર રમી રહેલ રોહિત પ્રવીણ દેલવાણીયા દેવીપુજક (૨૧) રહે.ચાર ગોડાઉન પાછળ વીસીપરા તેમજ સોહીલ રસુલ સુમરા સંધી (૧૯) રહે.ગુલાબનગર વીસીપરા વાળાઓની રોકડા રૂપિયા ૧,૦૪૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે આવેલ નજરબાગ વિસ્તારમાં રહેતો સુહાગ મોહનભાઈ મકવાણા નામનો ૩૫ વર્ષનો યુવાન બાઇક લઇને કારખાને જતો હતો ત્યાપે રેલ્વે સ્ટેશન પાસે નોબલ સ્કૂલ નજીક તેનું બાઇક સ્લીપ મારી ગયું હતું જેથી કરીને સુહાગ મોહનભાઇ મકવાણા નામના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News