મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામેથી ૮૯ બોટલ ભરેલી કાર પકડાઇ : આરોપી ફરાર


SHARE







મોરબીના રવાપર ગામેથી ૮૯ બોટલ ભરેલી કાર પકડાઇ : આરોપી ફરાર

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સોસાયટી નજીક વોચ ગોઠવી હતી જેમાં બાતમી મુજબની નીકળેલી કારને રોકવા પ્રયાસ કરતા કાર ચાલક કાર રેઢી મુકીને ભાગી છૂટ્યો હતો અને બાદમાં કારમાંથી પોલીસને જુદી-જુદી ત્રણ બ્રાન્ડની કુલ ૮૯ બોટલ વિદેશી દારૂ મળી આવતા ૧.૨૨ લાખનો દારૂનો જથ્થો તથા ત્રીસ હજારની કાર મળીને કુલ ૧.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને નાસી છૂટેલા આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફના રામભાઇ મંઢ તેમજ ચકુભાઇ કલોત્રાને મળેલી બાતમી મુજબ મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલી સદગુરૂ સોસાયટી નજીકથી પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી તે દરમિયાનમાં નીકળેલ ફ્રન્ટી કાર નંબર જીજે ૩ ડીડી ૨૭૫ ને અટકાવવાનો પોલીસે પ્રયાસ કરતા આરોપી મહેશ દાનાભાઇ જારીયા રહે.રવાપર (મોરબી) નાસી છુટ્યો હતો અને બાદમાં પોલીસ દ્રારા કારની તલાશી લેવામાં આવતા કારમાંથી જુદી-જુદી ત્રણ બ્રાન્ડની કુલ મળીને ૮૯ બોટલ વિદેશીદારૂ મળી આવતા રૂા.૧,૨૧,૬૫૦ ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો જેથી કરીને દારૂનો જથ્થો તેમજ રૂા.૩૦,૦૦૦ ની કાર એમ કુલ મળીને રૂા.૧,૫૧,૬૫૦ નો મુદ્દામાલ જપ્ત કરીને હાલમાં મહેશ દાના જારીયા સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ભાગી છૂટેલા મહેશ જારીયાની શોધખોળ હાથ ધરવામાં આવેલી છે.

યુવતી ગુમ

મોરબીના સામાકાંઠે શોભેશ્વર મંદિર પાસે આવેલ મધુસ્મૃતિ સોસાયટીમાં રહેતા નીતિનભાઈ ધરમશીભાઈ પરમાર જાતે સથવારા નામના ચોપન વર્ષીય આધેડે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તેમની ૧૯ વર્ષીય દીકરી દિવ્યાબેન નીતિનભાઈ પરમાર ગત તા.૨૬-૮ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઘરે કોઈને કંઈપણ કહ્યા વગર કયાંક ચાલ્યા ગયેલ હોય અને ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ તેણીનો પત્તો લાગ્યો નથી. જેથી બીટ જમાદાર ફિરોજભાઈ સુમરાએ દિવ્યાબેન ગુમ થયા હોવાની નોંધ કરીને તેણીની શોધખોળ હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News