વાંકાનેની ઢુવા ચોકડી પાસે બાઇક સ્લીપ થવાથી બાળકીના મોતની ઘટના ગુનો નોંધાયો
SHARE
વાંકાનેની ઢુવા ચોકડી પાસે બાઇક સ્લીપ થવાથી બાળકીના મોતની ઘટના ગુનો નોંધાયો
વાંકાનેર મોરબી હાઇવે ઢુવા ચોકડી ઓવરબ્રીજ પુરો થતા રોડ પર બાઇક સ્લીપ થવાથી સંપતિ અને તેની દીકરીને ઇજાઓ થઈ હતી અને આ અકસ્માતના બનાવમાં મૃતક બાળકીના દાદાએ તેના દીકરની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવાની જાણવા મળતી માહિતી મુજબ હાલે રફાળેશ્વર મચ્છુનગર મંગાભાઇ કોળીના મકાનમાં ભાડેથી રહેતા કરશનભાઇ ગોરધનભાઇ દુધરેજીયા જાતે બાવાજી (ઉવ.૬૦) એ તેના દીકરા ચંદુભાઇ કરશનભાઇ દુધરેજીયા જાતે બાવાજીની સામે વાંકાનેર તાલુકા પોલીસે સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા.૧૮/૦૮/૨૦૨૧ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઢુવા ચોકડી ઓવરબ્રીજ પુરો થતા રોડ પાસે તેના દીકરાનું સ્પલેન્ડર બાઇક રજી. નં. જીજે-૩૬-એએ-૭૨૯૬ વાળુ સ્પીડમાં ચલાવી ખાડો તારવવા જતા પોતાના વાહન પર કાબુ ગુમાવી દીધો હતો જેથી કરીને બાઇક સ્લીપ થતા પોતાને તથા રેણુકાબેનને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી તેમજ તેની દીકરી રીધ્ધી (ઉ.૬)ને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું