મટકીફોડ યોજી મોરબીમા ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ,સંતો-મહંતોની ઉપસ્થિતીમા યોજાયા કાર્યક્રમો
મોરબી જીલ્લામાં અડધાથી પોણા ત્રણ ઈચ વરસાદ નોંધાયો
SHARE
મોરબી જીલ્લામાં અડધાથી પોણા ત્રણ ઈચ વરસાદ નોંધાયો
મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લી ૨૪ કલાકમાં અડધાથી લઇને પોણા ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ ટંકારા તાલુકામાં વરસાદ નોંધાયો છે જયારે સૌથી ઓછો માળીયા તાલુકામાં વરસાદ પડ્યો છે જો કે, હાલમાં પણ મોરબી જીલ્લામાં વરસાદી માહોલ હોવાથી સારો વરસાદ પડશે તેવી ખેડૂતો સહિતના લોકોને આશા છે.
મોરબી જિલ્લામાં ગઇકાલથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલા આગાહી મુજબ વરસાદ શરૂ થઈ ગયો છે મોરબી, માળિયા, વાંકાનેર, હળવદ તેમજ ટંકારા તાલુકાની અંદર વરસાદ પડયો હોવાથી હાલમાં ખેડૂતોના ખેતરમાં કપાસ, મગફળી સહિતના પાકોને જીવતદાન મળી ગયું છે ત્યારે કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ ટંકારામાં પોણા ત્રણ, વાંકાનેરમાં દોઢ ઇંચ, હળવદમાં સવા, માળીયા અને મોરબીમાં તાલુકામાં અડધો ઇંચ વરસાદ છેલ્લી ૨૪ કલાકમાં નોંધાયો છે અને હાલમાં પણ મોરબી જીલ્લામાં વરસાદી માહોલ હોવાથી આજના દિવસમાં સારો વરસાદ પડશે તેવી ખેડૂતો સહિતના લોકોને આશા છે