મટકીફોડ યોજી મોરબીમા ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ,સંતો-મહંતોની ઉપસ્થિતીમા યોજાયા કાર્યક્રમો
SHARE
મટકીફોડ યોજી મોરબીમા ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ,સંતો-મહંતોની ઉપસ્થિતીમા યોજાયા કાર્યક્રમો
બપોરે તથા રાત્રે ૧૨ કલાકે મટકીફોડ, મહાઆરતી,સમસ્ત ધર્મપ્રેમી જનતા માટે ફરાળ પ્રસાદ તથા ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધા સહીત પંચવિધ કાર્યક્રમો યોજી જન્માષ્ટમી ની ઉજવણી કરતુ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે પંચવિધ કાર્યક્રમો યોજી શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામા આવ્યો હતો. જે અંતર્ગત સંતો-મહંતોની ઉપસ્થિતીમા સવારથી જ શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત રામજી મંદિર પાસે સમસ્ત ધર્મપ્રેમી જનતા માટે ફરાળ પ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા બહોળી સંખ્યામા ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. તે ઉપરાંત ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધા યોજાઈ હતી. જેમા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેના વિજેતાના નામ તેમજ ઈનામ વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામા આવશે.તેમજ બપોરે તેમજ રાત્રે ૧૨ કલાકે મટકીફોડ તેમજ મહાઆરતી સહીતના કાર્યક્રમો યોજાયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.તેમ નિર્મિત કક્કડ (મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ) એ યાદીમાં જણાવેલ છે.
મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં કોમી એકતા સાથે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
“હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી” હજારો વર્ષોથી ભગવાન કૃષ્ણ લોક સાંસ્કૃતિકમાં એટલા જ શાશ્વત છે, એટલાજ પ્રિય છે, કૃષ્ણલીલા દ્વારા લોકો ખુબજ આનંદ મેળવે છે, એ અન્વયે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં કોમી એકતા સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.સવારે ૯ કલાકે શોભાયાત્રા યોજાઈ હતી.જેમાં હિન્દુ-મુસ્લિમ ધર્મના લોકો એકી સાથે ઢોલના સથવારે રાસ-ગરબાની રમઝટ સાથે વાજતે ગાજતે પુરી સોસાયટીમાં ફરીને મંડપમાં પહોંચી હતી.જ્યાં આખો દિવસ હિડોળા દર્શન,બપોરે અન્નકુટ, તેમજ રાત્રે મહાઆરતી સહિતના વિવિધ કાર્યકમો યોજાયા હતા આબાલ વૃદ્ધ સૌ કોઈએ ભક્તિભાવ સાથે ખુબજ આનંદ મેળવ્યો હતો