મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરધામ પાસે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો


SHARE







વાંકાનેરના અમરધામ પાસે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

વાંકાનેર તાલુકાની હદમાં આવેલ આવેલ માટેલ ઢુવા રોડ ઉપર અમરધામ પાસે ડિગ્રી વગરના ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યા ચેક કરવામાં આવી હતી ત્યારે કોઇ પણ પ્રકારની ડિગ્રી વગર માનવ જિંદગી સાથે ચેડા કરીને ડોક્ટરની પ્રેક્ટિસ કરનાર શખસને ઝડપી લેવામાં આવેલ છે અને પોલીસે હાલમાં તેની પાસેથી જુદી જુદી ૧૩૮૮૧ રૂપિયાની કિંમત દવાઓ કબજે કરીને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે


બનાવની જાણવા મળતી વાંકાનેર તાલુકા પોલીસની હદમાં ઢુવા માટેલ રોડ ઉપર આવેલ અમરધામ પાસે એસકોન વિટ્રીફાઈડ કારખાનાની સામેના ભાગમાં નામ વગરનું દવાખાનુ ચલાવતા એક શખ્સની બાતમી મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં તપાસ કરી હતી ત્યારે કોઇપણ પ્રકારની ડિગ્રી વગર ગોલકવિશ્વાસ પ્રફુલ્લ વિશ્વાસ (ઉંમર ૪૨) રહે હાલ માટેલ ખોડીયાર માતાજી મંદિરની બાજુમાં મૂળ રહે પશ્ચિમ બંગાળ વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસે કોઈ પણ પ્રકારની ડોક્ટરની ડીગ્રી ન હોવા છતાં પણ તે લોકોની જિંદગી સાથે ચેડા કરીને તેને દવાઓ આપતો હતો જેથી કરીને હાલમાં પોલીસે તેઓની પાસેથી એલોપેથીક દવા જુદી-જુદી બ્રાન્ડની ૧૩૮૮૧ રૂપિયાની કબજે કરે છે અને તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 






Latest News