મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નવી રાતીદેવડીમાં મોબાઇલની લેતી દેતી બાબતે માથાકૂટ, સામસામી ફરિયાદ નોંધાઈ


SHARE













વાંકાનેરમાં નવી રાતીદેવડીમાં મોબાઇલની લેતી દેતી બાબતે માથાકૂટ, સામસામી ફરિયાદ નોંધાઈ

વાંકાનેરમાં નવી રાતીદેવડી ખાતે રહેતા બે યુવાનોને ફોનની લેતી-દેતી બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બંને પક્ષેથી મારામારીનો બનાવ બન્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જોકે, હાલમાં બંને યુવાનની માતાઓએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારીના બનાવમાં સામસામી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે

વાંકાનેરમાં નવી રાતીદેવડી ખાતે રહેતા રાધાબેન જયંતીભાઈ વિકાણી (ઉંમર ૫૦) હાલમાં વિજયભાઈ અમુભાઈ વિકાણી, અરવિંદભાઈ મનજીભાઈ વિકાણી અને પરેશભાઈ ભુરાભાઈ સોલંકીએ તેઓના દિકરા સહિત ત્રણને માર માર્યો હોવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવે છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના દિકરા શાયરને આરોપી વિજય સાથે ફોનની લેતી-દેતી બાબતે બોલાચાલી થઈ હતી જેથી આરોપીએ શાયરે તેના ઘર પાસે બોલાવ્યો હતો અને ત્યાર બાદ તેને ગાળો આપીને ઝપાઝપી કરીને માર માર્યો હતો અને તેની સાથે રોહિતભાઈ અને સાગરભાઈને પણ લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને હાલમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને રાધાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી હતી

તો સામા પક્ષેથી ગીતાબેન અમુભાઈ વિકાણીએ હાલમાં શાયર જયંતિભાઇ વિકાણી, સાગર જયંતીભાઈ વિકાણી અને રોહિત ધારૂભાઈ વિકાણીની સામે માર માર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના દિકરા વિજયને ફોનની લેતી-દેતી બાબતે શાયર સાથે માથાકૂટ હતી તે બાબતે બોલાચાલી કરીને આરોપીઓએ ફરિયાદીના દીકરાને ગાળો આપીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને ત્યારબાદ મણીભાઈને પણ શરીરે ઇજાઓ કરી હતી જેથી કરીને હાલમાં પોલીસે મારામારીના બનાવોની અંદર બંને પક્ષેથી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News