મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રેપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: ૧૫ જુગારી ૩૪,૬૦૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE













મોરબી અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: ૧૫ જુગારી ૩૪,૬૦૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબી અને વાંકાનેર તાલુકામાં પોલીસ દ્વારા જુદી જુદી ત્રણ જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને પંદર જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેમની પાસેથી ૩૪,૬૦૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી નજીક શનાાળા ગામ પાસે આવેલ સત્ય પ્રજાપત કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવા આવી હતી ત્યારે વિક્રમસિંહ વખુભા જાડેજા, દિવ્યરાજસિંહ મનહરસિંહ જાડેજા, કનકસિંહ રણુભા જાડેજા અને ગજરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી તેઓની પાસેથી ૧૦૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે

લક્ષ્મીનગર જુગાર

મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે આનંદ કોમ્પલેક્સમાં રુદ્ર કમાન નામના ગેરેજમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ મથકે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે બલરામ રોશનલાલ યાદવ, પુરણસિંગ સુરેન્દ્રસિંહ ખતરી, સચિન હરિશ્ચંદ્ર ઉપાધ્યાય, પ્રવીણ ગણેશશંકર શુકલી અને રજનીશ રાજકરદા ત્રિવેદી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૩૭૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ભીમગુડા જુગાર

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામના પાટિયા નજીક ખીમી વિરડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા જીવણભાઇ વિસાભાઇ કોળી, રૈયાભાઈ રુખડભાઈ કોળી, હિંમતભાઈ ઉકાભાઇ કોળી, મશરૂભાઇ કુકાભાઇ કોળી, ભાવેશભાઈ વરસીંગભાઇ કોળી અને મનસુખભાઈ કુકાભાઈ કોળી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૦૧૦૦ રૂપિયાની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News