મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરથી દીકરી સાથે ગુમા થયેલ પરિણીતા પ્રેમી સાથે ચોટીલા જતી રહી હોવાનું ખૂલ્યું


SHARE

















મોરબીના મહેન્દ્રનગરથી દીકરી સાથે ગુમા થયેલ પરિણીતા પ્રેમી સાથે ચોટીલા જતી રહી હોવાનું ખૂલ્યું

મોરબીના સામાકાંઠા આવેલ મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતી પટેલ પરિણીતા તેની દીકરીની સાથે ગુમ થઈ ગયેલ હતી જેથી યુવાને પોતાની પત્ની અને દીકરી ગુમ થઇ હોવાની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હોય પોલીસે મા-દીકરીને શોધવા તપાસ શરૂ કરૂ હતી.દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે પરિણીતા પોતાની દીકરીને સાથે લઈને પોતાના પ્રેમી સાથે ચોટીલા ફરવા ચાલી ગઇ હતી..!

વધુમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં નવદુર્ગા હોલવાળી શેરીમાં રહેતા રમેશભાઇ ડાયાભાઈ મોરવાડીયા જાતે પટેલ (૪૭) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની પત્ની સંગીતાબેન રમેશભાઈ મોરવાડીયા (૪૫) તથા તેમની દીકરી પ્રિયાબેન રમેશભાઈ મોરડીયા (૧૩) મહેન્દ્રનગરથી ગત તા.૧૪-૮ ના રોજ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હોવાની તા.૧૭-૮ ના રોજ જાહેરાત કરી હતી જેથી ગુમ થયેલ મહિલા અને તેની દીકરીને શોધવા માટે બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ સુમરાએ બંનેની શોધખોળ હાથ ધરી હતી.જેની તપાસમાં ખૂલ્યું હતું કે ગુમ થયેલા સંગીતાબેનને તેના પતિ રમેશભાઈ સાથે મનમેળ ન હતો અને અવારનવાર પતિ હેરાન કરતા હોય અને તે વાતનું મનમાં લાગી આવતા છ વર્ષ પહેલા કલ્પેશ નાથા ચિત્રોડા રહે.રાજકોટ સાથે ફોનમાં સંપર્ક થયો હોય તેની સાથે પ્રેમ સંબંધ હોય અને દરમિયાન પતિ હેરાન કરતો હોય પોતાની દીકરી પ્રિયાને સાથે લઈને ઘરે કોઇને કંઇ કહ્યા વિના પ્રેમી કલ્પેશ સાથે ચોટીલા ફરવા ચાલ્યા ગયા હતા..! અને હાલ તેમને પતિ સાથે જવું ન હોય પોતાના મા-બાપ સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરતાં પોલીસે હાલ સંગીતાબેન અને તેમની દીકરીને તેણીના માવતરને સોંપી આપ્યા હોવાનું જાણવા મળેલ છે.

યુવતી મળી આવી

વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા ભાવનાબેન શીવાભાઈ કાંજીયા જાતે કોળી (ઉંમર ૩૭) એ પોતાની દીકરી ગીતાબેન (ઉંમર ૧૮) પોતાના ઘરેથી બાથરૂમ જવાનું કહીને બહાર નીકળ્યા બાદ તા ૬/૭ થી ગુમ થયેલ હોવાની ફરિયાદ નોંધવી હતી જેથી તાલુકા પોલીસ યુવતીને શોધી રહી હતી તેવામાં યુવતી ગીતા તેના પ્રેમી ભરત સાથે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને આવી હતી જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News