મોરબી અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: ૧૫ જુગારી ૩૪,૬૦૦ ની રોકડ સાથે ઝડપાયા
મોરબીના લખધીરપુર રોડે બે યુવાનને આંતરીને બે મોબાઈલ ફોનની ચાર શખ્સોએ ચલાવી લૂંટ
SHARE









મોરબીના લખધીરપુર રોડે બે યુવાનને આંતરીને બે મોબાઈલ ફોનની ચાર શખ્સોએ ચલાવી લૂંટ
મોરબી તાલુકાનાં લખધીરપુર કેનાલ રોડ પાયોનીયર સીરામીક સામેથી બે યુવાન ડબલ સવારી બાઈકમાં જતાં હતા ત્યારે ત્યાં બે બાઈકમાં આવેલ અજાણ્યા ચાર શખ્સો દ્વારા તેના બાઇકને રોકીને બંને યુવાનોને પીવીસીના પાઇપથી આડેધડ મુંઢ માર માર્યો હતો અને તેઓની પાસેથી બે મોબાઈલ ફોનની લૂંટ કરી હતી જેથી કરીને પોલીસે હાલમાં યુવાનની ફરિયાદ લઈને ચારેય આરોપીની સામે લૂંટનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં લાલપર પાસે આવેલ અજંતા એપાર્મેન્ટ બ્લોક નંબર- સી ૫૦૧ માં રહેતા ધીરજભાઇ ઉપેન્દ્રભાઇ દુબે જાતે બ્રાહ્મણ (ઉવ ૨૦)એ હાલમા રાહુલ ઉર્ફે રાવો મુકેશભાઇ લક્ષ્મણભાઇ દેગામા રહે. સો ઓરડી શેરી નં ૧૩, મેહુલ જયંતિભાઇ દેવજીભાઇ અઘારા રહે. સો ઓરડી શેરી નં. ૧૩, સાહિલ સલીમભાઇ આમદભાઇ ચૌહાણ રહે. નાની બજાર ખત્રીવાડ શેરી નં-૭ અને મોહસીન હમીદભાઇ અલીભાઇ કટીયા રહે. ત્રાજપર ખારી વિસ્તાર વાળાની સામે લૂંટની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે અને દેવરાજભાઇ બન્ને લખધીરપુર રોડ ઉપર કોસા કજારીયા કંપનીમાં ગાડી રીપેરીંગ કરીને ગત તા.૨૩/૮ ના રાતે પોણા બાર વાગ્યે પોતાના રૂમે બાઇક લઇને જતા હતા ત્યારે પાછળથી બે ડબલ સવારી બાઇકમાં ચાર શખ્સોએ આવી ફરિયાદીના બાઈકની આગળ સાઇડ કાપી ઉભુ રાખી ફરીયાદી તથા દેવરાજભાઇને પીવીસીના પાઇપથી આડેધડ મુંઢ માર માર્યો હતો અને ફરિયાદીનો રેડમી કંપનીનો મોબાઇલ જેની કિંમત ૫૦૦૦ તેમજ દેવરાજભાઇનો રીઅલમી કંપનીનો ૫૦૦૦ નો મોબાઈલ લૂંટી લીધો હતો
જો કે, ફરિયાદી પાસે મોબાઇલના બીલ ન હોય અને દેવરાજભાઈના મોબાઇલનું બીલ વતનમાં પડેલ હોવાથી તે લાવ્યા છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા મોબાઈલ લૂંટ કરતાં આરોપી પકડ્યા હોવાની જાણ થતાં હલામાં તેઓએ લૂંટની ફરિયાદ નોંધાવી છે જેથી અગાઉ પકડાયેલા આરોપીઓ સામે પોલીસે આઇપીસી કલમ ૩૯૨, ૩૯૪, ૧૧૪ તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ વધુ એક લૂંટનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ કેસની તપાસ મોરબી તાલુકા પીએસઆઈ ડી.વી. ડાંગર અને તેની ટીમ કરી રહી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
