વાંકાનેરમાં ગણેશોત્સવ પૂર્વે કલાત્મક મૂર્તિઓને આખરી ઓપ આપતા મૂર્તિકારો
SHARE
વાંકાનેરમાં ગણેશોત્સવ પૂર્વે કલાત્મક મૂર્તિઓને આખરી ઓપ આપતા મૂર્તિકારો
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં ગણેશોત્સવ પૂર્વે ગણેશજીની રંગબીરંગી કલાત્મક મૂર્તિઓને આખરી ઓપ આપવા માટે મૂર્તિકારો દિવસ રાત એક કરી રહ્યા છે.
કોરોના મહામારી ગાઈડ લાઈન મુજબ ગણેશોત્સવ ઉજવણી કરવાની રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે ત્યારે ગણેશોત્સવની ઉજવણી કરવા માટે ભાવિકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે, ત્યારે દર સાલ આ ઉત્સવ દરમ્યાન વાંકાનેરમાં કારીગરો 400 જેટલી મૂર્તિઓનું સર્જન કરતાં હતાં પરંતુ આ સાલ માત્ર 100 મૂર્તિઓ બનાવી છે, ગાઈડ લાઈન મુજબ ચાર ફૂટની મર્યાદામાં અવનવી કલાત્મક મૂર્તિ બનાવામાં આવી રહી છે જેમાં રૂ. 500 થી 5000 સુધીની કલાત્મક મૂર્તિઓ બનાવાઈ છે, મૂર્તિનાં નિર્માણમાં મુખ્ય કામ મૂર્તિઓને અવનવા કલરથી ઓપ આપવાનું હોય છે જે ખૂબ જ બારીકાઈ સાથે કારીગરો અવનવા રંગોથી ગણેશજીની મનોરમ્ય મૂર્તિઓને આખરી ઓપ આપે છે, કોરોના કાળમાં મંદી ચાલી રહી છે, ત્યારે હાથ વડે જ સુંદર કલાત્મક મૂર્તિઓનું નિર્માણ કરી રહેલા આવા કારીગરોને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે તે અનિવાર્ય છે.