મોરબી આઈ.ટી.આઈ. ખાતે ઇન્ડસ્ટ્રીઝ માંગ તેમજ હેલ્થ સેક્ટર ના ટૂંકાગાળાના કોર્સ શરૂ કરાયા
મોરબીના જોધપર ગામે મારામારીના ગુનામાં આરોપીને ૧૪ માસની સજા
SHARE
મોરબીના જોધપર ગામે મારામારીના ગુનામાં આરોપીને ૧૪ માસની સજા
મોરબીના જોધપર નદી ગામમાં વર્ષ ૨૦૧૫માં મારામારીનો બનાવ બનેલ હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ચાર આરોપીને ૧૪ માસની સજા ફટકારી છે
વર્ષ ૨૦૧૫ માં ફરિયાદી સંજય દિનેશભાઈ જિંજુવાડિયાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેના લખાવ્યું હતું કે, આરોપીઓએ ઘાતક હથિયાર વડે માર માર્યો હતો અને તેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે આરોપી સાગર જેરાજભાઈ દંતેસરીયા, ધનજી પથુંભાઈ દંતેસરીયા, જેરાજ પથુંભાઈ દંતેસરીયા અને મયુર જેરાજભાઈ દંતેસરીયાને પોલીસે ઝડપી લીધો હતો જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે ફરિયાદીની જુબાની, ઈજા પામનારની જુબાની તેમજ મેડીકલ પુરાવાને ધ્યાને લઈને આરોપીઑને ૧૪ માસની સજા અને દંડ ફટકાર્યો છે આ કેસમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ પુજાબેન જોશી અને ફરિયાદ પક્ષે મોરબીના વકીલ દિલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા.