વાંકાનેરમાં ગણેશોત્સવ પૂર્વે કલાત્મક મૂર્તિઓને આખરી ઓપ આપતા મૂર્તિકારો
મોરબી પાલિકામાં રોશની વિભાગના ચેરમેનને કોન્ટ્રાક્ટર ગાંઠતો નથી
SHARE
મોરબી પાલિકામાં રોશની વિભાગના ચેરમેનને કોન્ટ્રાક્ટર ગાંઠતો નથી
મોરબી શહેરમાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપીને એલઇડી લાઈટો નાખી હતી. જેમાંથી ઘણી લાઈટો દિવસે ચાલુ હોય છે અને ઘણી રાતે પણ બંધ હોય છે જેથી ફરિયાદ સંદર્ભે પાલિકાના રોશની વિભાગના ચેરમેને કોન્ટ્રાક્ટ કંપનીને રીપેરીંગ કરવા તાકીદ કરી હતી. જો કે, કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું નથી જેથી રોશની વિભાગના ચરેમને કોન્ટ્રાક્ટર ગાંઠતો ન હોય તેવો ઘાટ સર્જાયો છે
મોરબી પાલિકામાં રોશની વિભાગના ચેરમેન માવજીભાઈ પ્રેમજીભાઈ કંઝારિયાએ હાલમાં ચીફ ઓફિસરને રજુઆત કરી છે કે, શહેરમાં નવી એલઇડી લાઈટો નાખી છે જો કે, લાઈટોનું પાંચ વર્ષ સુધી મેઇન્ટેનન્સ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પણ પાંચ વર્ષ પુરા થાય એ પહેલાં જ ઘણા વિસ્તારોમા લાઈટો બંધ છે અને જયા ચાલુ છે ત્યાં દિવસે પણ બંધ થતી નથી જેથી તેઓએ જવાબદાર કોન્ટ્રાક્ટને રીપેરીંગ કરવાની તાકીદ કરી છે તે પણ લાઈટો બંધ છે તેને ચાલુ કરેલ નથી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે લોકોના રોષનો ભોગ તેઓને બનવું પડે છે