મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રેપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપર શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા શૈક્ષણિક સંસ્થાઓની પાલિકામાં રજૂઆત


SHARE













મોરબીના શનાળા રોડ ઉપર શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા શૈક્ષણિક સંસ્થાઓની પાલિકામાં રજૂઆત

મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગની સામે ઓમશાંતિ વિદ્યાલય, ઓમ વી.વી.આ. કોલેજ તથા ડો. જયંતીભાઈ ભાડેસિયાના દવાખાના પાસે શાકમાર્કેટ ભરાઈ છે જે કોરોના સમયે ત્યાં લઈ જવામાં આવી હતી અને તે સમયે શાળાઓ બંધ હતી જો કે, હાલમાં શાળા કોલેજ શરૂ કરવામાં આવેલ છે જેથી કરીને વિદ્યાર્થી અને શાળાના વાહનોને પાર્ક કરવામાં મુશ્કેલી થાય છે જેથી આ શાક માર્કેટ અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવી છે

સરકાર કોવિડ ૧૯ બાબતે ખાસ કરીને બાળકોમાં શિક્ષણ બાબતે ચિંતિત છે અને હાલમાં સરકારની મંજૂરીથી શાળાઓ ચાલુ કરવામાં આવી છે જો કે, કોરોના સમયે શનાળા રોડ ઉપર જે માર્કેટ ચાલુ કરવામાં આવી હતી તેની આજુબાજુમાં શૈક્ષણિક સંસ્થાઓ આવેલ છે જેથી કરીને તે બાળકો માટે ઘાતક સાબિત થાય તેમ છે કેમ કે બાળકોને વેકસીન અપાયેલ નથી અને સવારમાં માર્કેટમાં ભીડ કોઈપણ ગાઈડ લાઈનને અનુસરતી નથી અને તે જ સમયે તે રોડ પરથી આશરે ૫૦૦૦ બાળકો ઓમશાંતિ વિદ્યાલય, ઓમશાંતિ અંગ્રેજી મીડીયમ, ન્યુ ઓમશાંતિ, માસુમ વિદ્યાલય, ઓમવીવીઆઈ કોલેજ, કન્યા છાત્રાલય, નવયુગ વિદ્યાલય, તપોવન વિદ્યાલય માટે જતાં હોય છે આ મહામારીનો ભોગ બાળકો મ બને તે માટે માર્કેટ અહીથી દૂર કરવામાં આવે તે જરૂરી છે

હાલમાં જે માર્કેટ ભરાઈ છે તેના કારણે સવારમાં શાકમાર્કેટમાં આવતા લોકો અને શાકભાજી વાળાઓ પોતાના વાહનો આડેધડ પાર્ક કરે છે ઘણી વખત શાળા અને હોસ્પિટલમાં આવવાના રસ્તા વચ્ચે વાહન પાર્ક થાય છે કોઈ ઈમરજન્સી પેશન્ટ હોસ્પિટલ સુધી પહોચી ન શકે તેવી સ્થિતી સર્જાય છે, કોલેજ અને શાળામાં વિદ્યાર્થીઓ પોતાની સાયક્લો અને વાહન પાર્ક સવારે માર્કેટવાળ ગ્રાઉન્ડમાં કરે છે જે પાર્કીગ ન થવાથી વાહનો રોડ પર પાર્ક કરવા પડે છે, સંભવિત ત્રીજી લહેર આવે તો આ માર્કેટ ચેપ ફેલાવવાની એન્ટ્રી બની શકે છે, શનાળા રોડ પરથી સવારના સમયે પસાર થતા લોકો માટે પણ આ માર્કેટ ટ્રાફીક સમસ્યા રૂપ બને છે, માર્કેટમાં આવતા વેપારીઓ પાછળ કચરો છોડી જાય છે અને કચરાના ઢગલા થાય છે જે બાળકોના સ્વાથ્ય માટે નુકશાનકારક છે ત્યારે જો હવે આ માર્કેટને બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ચાલવાનો રસ્તો એક માત્ર વિકલ્પ બની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News