મોરબી પાલિકામાં રોશની વિભાગના ચેરમેનને કોન્ટ્રાક્ટર ગાંઠતો નથી
મોરબીના વવાણીયા ગામે ગળેફાસો ખાઇ જતાં પરિણીતાનું મોત
SHARE
મોરબીના વવાણીયા ગામે ગળેફાસો ખાઇ જતાં પરિણીતાનું મોત
મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના વવાણીયા ગામે પરિણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક તથા માળીયા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ માળિયા-મિંયાણાના વવાણીયા ગામે રહેતા રઝીયાબેન અસગરઅલી સુલેમાનભાઈ શેખ નામની ૨૧ વર્ષીય પરિણીતાએ તેના ઘેર ગઈકાલ તા.૩ ના રોજ બપોરે એકાદ વાગ્યે ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેણીનું મોત નીપજયું હતું જેથી રઝીયાબેનના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરતા માળીયા પોલીસ મથકના એચ.એમ.મકવાણાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
માળીયા મીંયાણામાં યુવાન ઉપર લોખંડની ટામી વડે હુમલો
માળીયા મીંયાણામાં નવા રેલ્વે સ્ટેશન પાસે રહેતો રફીક હનીફભાઈ ભટ્ટી નામનો ૨૫ વર્ષનો યુવાન ઇરફાનભાઈની દુકાન પાસે ઉભો હતો ત્યારે તેની પાસે આવીને અકબરઅલી અને સલમાન નામના બે લોકો તેની પાસે આવ્યા હતા અને ફોન ઉપર વાત કર્યા બાદ બંને દ્વારા લોખંડની ટોમી વડે રફિકભાઈ ભટ્ટી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને રફિકભાઈ ભટ્ટીને માળીયા મીંયાણા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને માળીયા પોલીસને જાણ કરતાં માળીયા પોલીસે બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીની અવની ચોકડી લીલાપર રોડ નજીક આવેલા મિલાપ નગરમાં રહેતા ભાવીન રમેશભાઇ ગાંભવા નામના ૩૬ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો.મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા રાજેશભાઈ ભૂપતભાઈ નામના ૫૫ વર્ષીય આધેડ મોરબી કેનાલ રોડ ઉપરથી બાઈક લઈને જતા હતા ત્યાં કાર ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા રાજભાઈ ભુપતભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.