મોરબીના જલારામ મંદિરે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૦ દર્દીઓએ લાભ લીધો
મોરબી તાલુકામાં અગાઉ પકડાયેલ ચાર લૂંટારુએ વધુ એક લૂંટની આપી કબૂલાત
SHARE







મોરબી તાલુકામાં અગાઉ પકડાયેલ ચાર લૂંટારુએ વધુ એક લૂંટની આપી કબૂલાત
મોરબીનાં લખધીરપુર કેનાલ રોડ પાયોનીયર સીરામીક સામેથી બે યુવાન ડબલ સવારી બાઈકમાં જતાં હતા ત્યારે ત્યાં બે બાઈકમાં આવેલ અજાણ્યા ચાર શખ્સો દ્વારા તેના બાઇકને રોકીને બંને યુવાનોને પીવીસીના પાઇપથી આડેધડ મુંઢ માર માર્યો હતો અને તેઓની પાસેથી બે મોબાઈલ ફોનની લૂંટ કરી હતી જેથી કરીને પોલીસે યુવાનની ફરિયાદ લઈને લૂંટનો ગુનો નોંધ્યો હતો અને અગાઉ જે ચાર શખ્સોને લૂંટના ગુનામાં પકડ્યા હતા તે ચારેય આરોપીની હાલમાં વધુ એક લૂંટના ગુનામાં ધરપકડ કરેલ છે
મોરબી તાલુકાનાં લાલપર પાસે આવેલ અજંતા એપાર્મેન્ટ બ્લોક નંબર- સી ૫૦૧ માં રહેતા ધીરજભાઇ ઉપેન્દ્રભાઇ દુબે જાતે બ્રાહ્મણ (ઉવ ૨૦)એ રાહુલ ઉર્ફે રાવો મુકેશભાઇ લક્ષ્મણભાઇ દેગામા રહે. સો ઓરડી શેરી નં ૧૩, મેહુલ જયંતિભાઇ દેવજીભાઇ અઘારા રહે. સો ઓરડી શેરી નં. ૧૩, સાહિલ સલીમભાઇ આમદભાઇ ચૌહાણ રહે. નાની બજાર ખત્રીવાડ શેરી નં-૭ અને મોહસીન હમીદભાઇ અલીભાઇ કટીયા રહે. ત્રાજપર ખારી વિસ્તાર વાળાની સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યું હતું કે, તે અને દેવરાજભાઇ બન્ને લખધીરપુર રોડ ઉપર કોસા કજારીયા કંપનીમાં ગાડી રીપેરીંગ કરીને ગત તા.૨૩/૮ ના રાતે પોણા બાર વાગ્યે પોતાના રૂમે બાઇક લઇને જતા હતા ત્યારે પાછળથી બે ડબલ સવારી બાઇકમાં ચાર શખ્સોએ આવી ફરિયાદીના બાઈકની આગળ સાઇડ કાપી ઉભુ રાખી ફરીયાદી તથા દેવરાજભાઇને પીવીસીના પાઇપથી આડેધડ મુંઢ માર માર્યો હતો અને ફરિયાદીનો રેડમી કંપનીનો મોબાઇલ જેની કિંમત ૫૦૦૦ તેમજ દેવરાજભાઇનો રીઅલમી કંપનીનો ૫૦૦૦ નો મોબાઈલ લૂંટી લીધો હતો તેવામાં આ ચારેય આરોપી પીપળી રોડ ઉપર કરવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ હતા અને તેની પૂછપરછ કરવામાં આવતા તેને લખધીરપૂર રોડે પણ લૂંટ કરી હોવાની કબૂલાત આપી હતી જેથી આરોપી રાહુલ ઉર્ફે રાવો મુકેશભાઇ લક્ષ્મણભાઇ દેગામા રહે. સો ઓરડી શેરી નં ૧૩, મેહુલ જયંતિભાઇ દેવજીભાઇ અઘારા રહે. સો ઓરડી શેરી નં. ૧૩, સાહિલ સલીમભાઇ આમદભાઇ ચૌહાણ રહે. નાની બજાર ખત્રીવાડ શેરી નં-૭ અને મોહસીન હમીદભાઇ અલીભાઇ કટીયા રહે. ત્રાજપર ખારી વિસ્તાર વાળાની હવે પોલીસે લખધીરપુર રોડ ઉપર કરવામાં આવેલ લૂંટના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે
