વાંકાનેરનાં માટેલમાં જૂના ઝઘડાનું મનદુખ રાખીને યુવાનને હડધૂત કરતાં એટ્રોસીટીનો ગુનો નોંધાયો
વાંકાનેરના ધિયાવડમાં ઝેરી દવા પીને પરિણીતાનો આપઘાત
SHARE







વાંકાનેરના ધિયાવડમાં ઝેરી દવા પીને પરિણીતાનો આપઘાત
વાંકાનેર તાલુકાના ધિયાવડ ગામે પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી. અને પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી તમારે વાંકાનેર તાલુકાના ધિયાવડ ગામે રહેતા સામતભાઈ બાવળીયા ના પત્ની મનિષાબેન (૨૦) એ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા આ બનાવની હોસ્પિટલમાંથી વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના લગ્નનો બે વર્ષનો છે અને તેને સંતાનમાં એક વર્ષની દીકરી હોવાનું જાણવા મળેલ છે જોકે કયા કારણસર ઝેરી દવા પીને આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે
