મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં માટેલમાં જૂના ઝઘડાનું મનદુખ રાખીને યુવાનને હડધૂત કરતાં એટ્રોસીટીનો ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરનાં માટેલમાં જૂના ઝઘડાનું મનદુખ રાખીને યુવાનને હડધૂત કરતાં એટ્રોસીટીનો ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે સહકારી મંડળી સામે રહેતા યુવાનના કુટુમ્બીઑ સાથે અગાઉ થયેલા ઝઘડાનું મનદુખ રાખીને યુવાનને ગાળો આપીને જાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધવાતા પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

બનવાની જાણવા મળતી મહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે સહકારી મંડળી સામે  રહેતા બાબુભાઇ છગનભાઇ ચાવડા (ઉ.૩૦) એ હાલમાં બળદેવભાઇ કેહરભાઇ ઘેણોજા રહે. માટેલ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે માટેલ ગામે મકાન પાસે હતો ત્યારે જાહેર રોડ ઉપર આરોપીએ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ પર આવીને તેની રીક્ષા પાસે ઉભુ રાખ્યું હતું અને આરોપી તથા ફરીયાદીના કુટુમ્બીઓને અગાવ થયેલ જગડાનું મનદુખ રાખી ફરીયાદીને જેમ ફાવે તેવી ભુંડી ગાળો આપી હતી અને જાતી પ્રત્યે જાહેરમાં હડધુત કરેલ છે જેથી કરીને યુવાનની ફરિયાદ લઈને પોલીસે આઇ.પી.સી. કલમ- ૫૦૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ-૩(૧)(આર)(એસ), મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

મારી નાખવાની ધમકી

વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે શીતળાધાર વિસ્તાર્મ રહેતા બળદેવભાઇ કેશરભાઇ ઘેણોજા જાતે કોળી (ઉ.૩૭)એ બાબુભાઇ છગનભાઇ ચાવડા રહે, માટેલ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીના ભાઇ સાથે તેને અગાવ જગડો થયેલ હતો તેનુ આરોપીએ મનદુખ રાખી ફરીયાદીને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી કરીને યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ- ૫૦૪, ૫૦૬(ર) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવતી મળી આવી

 મોરબીના સામાકાંઠે શોભેશ્વર મંદિર પાસે આવેલ મધુસ્મૃતિ સોસાયટીમાં રહેતા નીતિનભાઈ ધરમશીભાઈ પરમાર જાતે સથવારા નામના આધેડે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તેમની ૧૯ વર્ષીય દીકરી દિવ્યા નીતિનભાઈ પરમાર ગત તા.૨૬-૮ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઘરે કોઈને કંઈપણ કહ્યા વગર કયાંક ચાલ્યા ગયેલ  છે અને તેણીનો પત્તો લાગ્યો નથી. જેથી દિવ્યા ગુમ થઇ હોવાની નોંધ કરી પોલીસ તેને શોધી રહી હતી તેવામાં દિવ્યા મળી આવી છે અને તેને નિલેશભાઇ લાલજીભાઇ સાથે પ્રેમસંબંધ હોય તેની સાથે જતી રહી હોવાનું જણાવ્યુ છે 




Latest News