મોરબીના રવાપર પાસે પાંચમા માળેથી નીચે પટકાયેલા 10 વર્ષ બાળકનું મોત
SHARE







મોરબીના રવાપર પાસે પાંચમા માળેથી નીચે પટકાયેલા 10 વર્ષ બાળકનું મોત
મોરબીના રવાપર ગામથી આગળ ના ભાગમાં આવેલ ક્રિષ્ના સ્કૂલ પાસે ઈડન ગાર્ડનમાં પાંચમાં માળેથી રમતા રમતા નીચે પડી ગયેલા બાળકને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી મોરબી નજીકના રવાપર ગામથી આગળ ના ભાગમાં આવેલ ક્રિષ્ના સ્કૂલ પાસે ઇડન ગાર્ડન એપાર્ટમેન્ટમાં પાંચમા માળેથી રમતા રમતા કેલસિંગ બામણીયાનો દસ વર્ષનો દીકરો શિસપાલ નીચે પડી જતાં તેને હાથે અને પગે તેમજ શરીરે ઈજાઓ થઈ હતી માટે તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઇ ગયા હતા અને જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં આ બનાવની સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનાં બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
