મોરબીમાં કોરોનાકાળમાં લોકોને મદદરૂપ બનનાર જાણીતા ડોકટર બી.કે.લહેરૂનુ સન્માન કરાયુ
ગરવી ગુજરાત પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહે મોરબી જીલ્લાની મુલાકાત લીધી
SHARE









ગરવી ગુજરાત પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહે મોરબી જીલ્લાની મુલાકાત લીધી
ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વાભિમાન મુલાકાત હેઠળ ગરવી ગુજરાત પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહ મોરબી જિલ્લા માં આવી પહોંચ્યા.જેમાં ગરવી ગુજરાત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી નટવરસિંહ ઠાકોર તથા પ્રદેશ ની ટીમ સાથે રહીને અનેક જિલ્લાઓમાં જન સ્વાભિમાન મુલાકાત કરવામાં આવી.સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી જયેશ સોમાણી, પ્રદેશની ટીમમાં શંકરજી વનાજી ઠાકોર, ભૂપતસિંહ ઠાકોર, નરેન્દ્રસિંહ ઝાલા વગેરે પ્રદેશની ટીમ પણ હાજર રહ્યા હતા.
ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વાભિમાન મુલાકાત અંતર્ગત મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આણંદપર ગામે મિટિંગ કરવા માં આવી હતી. અને નવા હોદ્દદારોની નિમણૂંક કરવામાં આવી તથા જેમાં વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે જયંતીભાઈ ઉઘરેજા , વાંકાનેર તાલુકા ઉપપ્રમુખ ચંદુભાઈ કુકાવા ની નિમણુંક કરવામાં આવી. અને રફાળેશ્વર ના વેલનાથપરા ની જન સ્વાભિમાન મુલાકાત કરવા માં આવી હતી. ત્યાં ની જનતા ની વાસ્તવિક પરિસ્થિતિ જાણી. ગરવી ગુજરાત પાર્ટી દ્વારા સંગઠનની સમીક્ષા તથા સંગઠનને વધુ મજબૂત કરવા અને આવનારી ચૂંટણી-૨૦૨૨ માં વિધાનસભાની સીટ લડવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.
