મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે થયેલ ફાયરિંગમાં મમુદાઢીનું મર્ડર, એક ઇજાગ્રસ્ત રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીના શનાળા પાસે થયેલ ફાયરિંગમાં મમુ દીઢીનું મર્ડર, બે ઇજાગ્રસ્ત રાજરોટ ખસેડાયા 

 
ખાટકીવાસમાં થોડા સમય પહેલા થયેલ ડખ્ખાનો ખાર રાખને ફાયરિંગ કરાયુ હોવાની ચર્ચા
 
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે અંધાધુધ ફાયરીંગ થતા મમુદાઢીની હત્યા કરાયેલ છે.ભક્તિનગર સર્કલ પાસે બોલેરોમાં આવેલ શખ્સોએ ફાયરીંગ કર્યુ હતુ.હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઇ કાસમાણી (ઉમર ૫૨) નામના વ્યક્તિ કે જે ડ્રાઇવીંગ સીટ ઉપર હતા તેમને જડબાના ભાગે ગોળીઓ વાગતા મોત નિપજયુ હતુ.જયારે મૃતકની સાથે મહમદ હનીફ નકુમ (ઉમર ૫૦) ને પીઠના ભાગે ગોળીઓ લાગી હતી તેમજ અન્ય એકને પણ ઇજા થતા એકને સારવારમાં રાજકોટ લઇ જવાયા છે.
 
મોરબી શનાળા ગામની પાસે ભક્તિનગર સર્કલથી આગળ નવેક વાગ્યે ધાણીફુટ ફાયરીંગ કરવામાં આવતા મોરબીના મમુદાઢીનું મોત નિપજેલ છે જયારે એકને ગંભીર હાલતમાં મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યા છે.બનાવને પગલે પોલીસ કાફલો બનાવ સ્થળે, મોરબી સિવિલે તેમજ ખાટકીવાસમાં ખડકે દેવાયો છે.થોડા સમય પહેલા ખાટકીવાસમાં થયેલ ડખ્ખા અને એકના મર્ડરનો ખાર રાખીને ફાયરિંગ કરાયુ હોવાની ચર્ચા સિવિલ હોસ્પીટલે એકત્રીત લોકોમાં સાંભળવા મળી રહી છે.જો કે ખરા કારણ અંગે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
 
મોરબી નજીક રાજકોટ હાઇવે ઉપર શનાળા ગામની પાસે કંડલા બાયપાસ ભક્તિનગર સર્કલ નજીક કારમાં ઘસી આવેલા ઇસમોએ મોરબીના હનીફભાઇ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુદાઢી સહિત છ લોકો ઉપર આડેધડ ફાઇરીંગ કરતા ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પીટલે લઇ જવાયા હતા.જયાં સારવાર મળે તે પહેલા જ હનીફભાઇ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુદાઢીનું મોત નિપજતા મામલો હત્યામાં પલટાયો હતો અને એક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે જીલ્લા પોલીસવડા, ડીવાયએસપી, એલસીબી-એસઓજીનો કાફલો તેમજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે, સિવિલ હોસ્પીટલે તેમજ ખાટકીવાસમાં તાબડતોબ પહોંચી ગયો હતો. નોંધનીય છેકે થોડા સમય પહેલા ખાટકીવાસમાં સામસામી મારામારી અને ફાયરીંગની ઘટના બની હતી જેમાં તે સમયે બન્ને પક્ષે એક એક યુવાનની લોથ ઢળી હતી.ત્યાર બાદ તે સમયે સામસામી ફરીયાદો નોંધાતા મૃતક મમુદાઢી સહિતનાઓની ધરપકડો કરવામાં આવી હતી તે ઝઘડાની વાતનો રોષ રાખીને આજની  ફાયરિંગની ઘટના બની હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ હોય પોલીસે તે દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે.





Latest News