મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ મોરબી શહેર ભાજપના માજી પ્રમુખના નિવાસસ્થાને પ્રધાનમંત્રીના જન્મ દિવસ નિમિતે મંત્રીની હાજરીમાં મહાઆરતી યોજાઇ
Breaking news
Morbi Today

“અકાળે પાંગરેલા પ્રેમનો કરૂણ અંજામ” : વાંકાનેર તાલુકામાં પ્રેમી પંખિડાએ ઝેરી દવા પીધી, પરિણીતાનું મોત


SHARE





“અકાળે પાંગરેલા પ્રેમનો કરૂણ અંજામ” : વાંકાનેર તાલુકામાં પ્રેમી પંખિડાએ ઝેરી દવા પીધી, પરિણીતાનું મોત

વાંકાનેર તાલુકાના જાલીડા ગામના સીમ વિસ્તારની અંદર પરિણીત મહિલા અને અપરિણીત યુવાને સજોડે ઝેરી દવા પીધી હતી દરમિયાન મહિલાનું મોત નિપજયું છે અને યુવાન સારવાર હેઠળ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે અને હાલમાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જાલીડા ગામના સીમ વિસ્તારની અંદર પરિણીત મહિલા અને અપરણિત યુવાને ઝેરી દવા પી લીધી હોવા અંગેની ૧૦૮ની ટીમને જાણ કરી હતી જેથી કરીને એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારે ત્યાં મહિલા અને યુવાને ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના કાનપુર ગામના રહેવાથી ભાવુબેન રાકેશભાઈ કોળી (ઉંમર ૨૭)ને તે જ ગામમાં રહેતા મહેશ હીરાભાઈ કોળી સાથે પ્રેમસબંધ હતો જેથી કરીને તે બન્નેએ એક સાથે જાલીડા ગામની સીમમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને ભાવુબેનનું મૃત્યુ નિપજયું છે જેનો લગ્નગાળો આઠ વરસનો છે અને તેને સંતાનમાં ત્રણ બાળકો હોવાનું હાલમાં આ બનાવની તપાસ કરતા ધર્મેન્દ્રસિંહ જાડેજા પાસેથી જાણવા મળે છે અને મહેશ હીરાભાઈ કોળી અપરણિત છે જે યુવાન હાલમાં સારવાર હેઠળ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News